________________
: ૧૪:
નિહ્નવવાદ: જ–તમે સત્કાર્યવાદ યુક્તિસિદ્ધ છે એમ માને છે ને હું તેને દૂષિત માનું છું માટે તમે પ્રથમ દોષ ન સ્વીકારે છે. હિમાચલ અને વિધ્યાચલ એ બન્ને જુદા છે તે તે બન્નેની પરસ્પર અપ્રાપ્તિ છે. જ્યાં પરસ્પર સંગ કે અત્યન્ત અપ્રાપ્તિ નથી ત્યાં ભિન્નતા પણ નથી. જેમ ઘટમાં ઘટ, ઘટમાં ઘટને સંયોગ પણ નથી અને અત્યન્ત અપ્રાપ્તિ પણ નથી. એ જ પ્રમાણે માટીના પિંડમાં ઘટને સંગ નથી ને અત્યંત અપ્રાપ્તિ નથી એટલે તે બન્ને પરસ્પર અભિન્ન છે.
જ્યારે કાર્યકારણ જુદા નથી તે કારણ સતા છે તે જ પ્રમાણે કાર્યની પણું સત્તા છે એ રીતે સત્કાર્યવાદ છે.
(૬) જે વસ્તુઓને સમ્બન્ધ થાય ને વજન પરિમાણ આદિ વધે ત્યારે સમજવું કે આ વસ્તુઓ પરસ્પર જુદી છે. જેમ એક શેર ઘીમાં એક શેર લોટ મેળવવામાં આવે ત્યારે તેનું વજન બેશર થાય છે ને પરિમાણ પણ વધે છે. ને તેમાં જ એક શેર ગોળ મેળવવાથી વજન ત્રણ શેર થાય છે ને પરિમાણુ ત્રણગણું થાય છે માટે સમજાય છે કે ઘી, લેટ ને ગોળ ત્રણે ચીજો જુદી છે. પણ તાંતણ કરતાં વસ્ત્રનું વજન કે પરિમાણ વધતું નથી; અને માટી કરતાં ઘટનું વજન કે પરિમાણ વધતું નથી એટલે તે બન્ને એક છે. જુદા હેત તે વજન કે પરિમાણ વધી જાત. જ્યારે કારણ-કાર્ય જુદા નથી ને એક છે ત્યારે જેમ કારણની સત્તા છે તેમ કાર્યની પણ સત્તા છે માટે સત્કાયવાદ છે.
જે કાર્ય કારણ એ બન્ને એક જ છે, જુદા નથી તે બન્ને જુદા નામે કેમ ઓળખાય છે ? કાર્ય ને કારણે એ શું છે ? સ્પષ્ટ-અપ્રકટ અવસ્થામાં રહેલું જે કાર્ય તે જ કારણ છે, અને અસ્પષ્ટ –પ્રકટ
એલ જે કારણું તે જ કાર્ય છે. જેમકે જ્યારે તતુઓ પરસ્પર ભળ્યા નથી–જુદા છે ત્યારે તેમાં વસ્ત્ર અપ્રકટ છે; પરંતુ જ્યારે તે જ તતુઓ પરસ્પર સંયોગને પામી એકાકાર બને છે ત્યારે વસ્ત્ર પ્રકટ થાય છે ને આ વસ્ત્ર એવું જ્ઞાન થાય છે. કાચબાના અંગે તેના શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org