________________
માત્મવાદ :
૪ ૩૦૧ : વ્યવહાર ચાલતું નથી માટે ચેતનને જ કર્તા માન જોઈએ. કર્મને કત આત્મા નથી તે જોતા પણ ન હોવો જોઈએ. તમે શેકતા તે આત્માને માને છે, માટે કર્તા પણ માન. જોઈએ. આત્મા સર્વવ્યાપી નથી તે અમે પૂર્વે નિયાયિક અને વેદાન્તીને કહ્યું છે. આત્મા ગુણશુન્ય છે તે તે તમારું સસલાને શિંગડાવાળો સમજવા જેવું મહાસાહસ છે. દ્રવ્ય કરી ગુણશૂન્ય હેતું જ નથી. આત્મા એક દ્રવ્ય છે, માટે તેમાં જ્ઞાનાદિ ગુણે અનુભવસિદ્ધ છે તે માનવા જોઈએ, તેને અ૫લાપ કોઈ રીતે થઈ શકે નહિં. એકાન્ત નિત્ય અને સૂક્ષમ માનવામાં પૂર્વે જણાવેલ અનેક દોષ કાયમ રહે છે, માટે તેને નિત્યાનિત્ય ને શરીરવ્યાપી મહાન માન ઉચિત છે.
પ્રકૃતિ બંધાય છે ને મુકાય છે. પણ આત્માના બંધમોક્ષ થતા નથી. એ તે સર્વ કરતાં ઊંધું છે. બંધન અન્યને થાય ને તેનાથી નીપજતા ફળ અન્ય ભેગવે તે પણ ઘણું વિચિત્ર છે, માટે બધન અને મેક્ષ પણ આત્માને જ થાય છે.
એ પ્રમાણે સ્યાદ્વાદીએ સર્વ દર્શને જે આત્માના સન્મબ્ધમાં વિપરીત વિચારણ ધરાવતા હતા તે યુકિતપૂર્વક દૂર કરી इत्यात्मवादे वेदान्सन्यायसाङ्ख्यमतखण्डमास्य
चतुर्थ प्रकरणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org