________________
નિજ્ઞવવાદ :
: ૨૯૬ :
माया सती चेद्वयतत्त्वसिद्धि - रथासती हन्त ! कुतः प्रपञ्चः ॥ मायैव चेदर्थसहा च तत्किं माता च वन्ध्या च भवत्परेषाम् ॥
માટે પ્રપ ́ચને વાસ્તવિક માનવા એ જ યુક્ત અને દોષમુક્ત છે. પ્રપ`ચ માનેા એટલે તેમાં જે વૈવિધ્ય જણાય છે તે સવ અનેક આત્માએ માનવામાં આવે ત્યારે જ સ`ભવે. અન્યધા એકબીજાનું સમ્મિશ્રણ, એકને દુઃખે અન્ય દુઃખી, એકને સુખે બીજો સુખી થઇ જવા જોઇએ. ઇત્યાદિ દોષના નિવારણુ માટે નવાનવા ઉપાયે ચિત્તવવા તે કેવળ બુદ્ધિની વિડમ્બના કરવા માત્ર છે, વસ્તુસ્થિતિથી વિરુદ્ધ જે કાંઇ કલ્પના કરવામાં આવે તે સવ પાતાને જ બંધનકર્તા થાય છે. માટે અમે આગળ બતાવીશું તે પ્રકારે આત્માનું સ્વરૂપ માનવું એ જ ઉચિત છે.
( ૨ )
નૈયાયિક—આત્મા વ્યાપક, મુક્તિમાં જડ અને પર માત્માને આધીન છે.
આત્મા એ પ્રકારના છેઃ એક પરમાત્મા અને બીજો જીવાત્માં ૧. તેમાં જગત્ અને જીવાત્મા પર પરમાત્માની પૂર્ણ સત્તા છે. તે પરમાત્મા એક જ છે. તેને આધીન વિશ્વનું સવ તંત્ર ચાલે છે. કોઇને સુખી કે દુ:ખી કરવા એ સર્વ ઇશ્વરને હાથ છે. આ દુનિયાના સર્જક પણ ઇશ્વર છે. વિશેષ તે શું? પણ ઇશ્વરની શક્તિ કે ઈચ્છા સિવાય ઝાડનું એક પાંદડું પણ ફરકી શકતુ નથી.
ર. જીવાત્મા અનેક છે. જેટલા શરીરે દરેકમાં એકએક જીવાત્મા રહેલ છે. તે સર્વ વિશ્વને વ્યાપી રહ્યા છે, કારણ કે વિશ્વમાં
Jain Education International
For Private & Personal Use Only
જણાય છે તે જીવાત્માએ આ કોઈ પણ કાય
www.jainelibrary.org