________________
પ્રકરણ ચોથું
વેદાન્તી નૈયાયિક અને સાંખ્યમતનું ખંડન
(૧) વેદાન્તી-આત્મા એક અને ફૂટસ્થ નિત્ય છે.
તમોએ આત્મા ક્ષણિક નથી એમ જે સમજાવ્યું તે બરોબર છે, પરંતુ વિશ્વનો વાસ્તવિક રીતે વિચાર કરતાં આ દેખાતું સર્વે મિથ્યા છે. એક ચિમય-બ્રહ્મ જ વાસ્તવિક છે. એટલે આત્મા પણ નિત્ય સચ્ચિદાનન્દમય એક ને ફટસ્થ છે. માયાને વેગે વિવિધ પ્રકારને ભાસે છે. કહ્યું છે કે –
एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ।। સ્યા–આત્મા અનેક છે ને પ્રપંચ પણ વાસ્તવિક છે. તમે જે ચિદદૈતવાદને આધારે આત્માનું એકત્વ જણાવે છો તે કઈ પણ રીતે સંભવતું નથી. ગગનકુસુમ જેવા મિથ્યા પદાર્થોથી કોઈ પણ કાર્ય થઈ શકે નહિ. પ્રપંચને તેવા પ્રકારને માનવામાં આવે છે તેથી થતાં કાર્યો જે પ્રત્યક્ષ જણાય છે તેનું શું? એકાન્ત ક્ષણિકવાદીને જે દોષ આવે છે તે દેશે પણ એકાન્ત નિત્યવાદને માનતા કાયમ જ રહે છે. માટે જ કહ્યું છે કે –
Jain Education International
For
For Private & Personal Use Only
www.jainelibrary.org