________________
: ૨૯૪:
નિદ્ભવવાદ : પણ થતો હોય તો એકના સર્વજ્ઞ થવાની સાથે વિશ્વમાત્રને સર્વશપણું થઈ જવું જોઈએ. એમ બનતું નથી, માટે જેણે અનુભવ્યું હોય તેને જ મરણ થાય છે. આત્માને ક્ષણિક માનતા, અનુભવનાર અને સ્મરણ કરનાર અને જુદા છે એ નિર્વિવાદ માનવું પડશે. અને એમ માનતા અનુભવ કેઈને થાય અને કમરણ કોઈને થાય એ કેમ બને ? માટે મરણની અસંભાવના ક્ષણિકવાદમાં થાય છે. જયારે સ્મરણ સંભવતું નથી ત્યારે વિશ્વના ચાલતા વ્યવહારોની અવ્યવસ્થા ઊભી થાય છે. વળી બુદ્ધે પોતે જે કહ્યું હતું કેइत एकनवतेः कल्पे, शक्त्या में पुरुषो हतः ।। तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः॥ વગેરે વચને મિથ્યા માનવા જોઈએ.
તમારામાંના કેટલાક પદાર્થને ચાર ક્ષણ સ્થાયી માને છે ને કહે છે કે -(૧) પ્રથમ ક્ષણ ઉત્પત્તિ નામનો છે, તેમાં દરેક પદાથે ઉત્પન્ન થાય છે. (૨) બીજો ક્ષણ સ્થિતિ નામનો છે, તેમાં પદાર્થ સ્થિર રહે છે. (૩) ત્રીજો જીર્ણતા (કરા) નામને ક્ષણ છે, તેમાં પદાર્થો જીર્ણ થાય છે એવાઈ જાય છે. (૪) ને ચોથો ક્ષણ વિનાશ નામનો છે. તેમાં સર્વ નાશ પામે છે. તે પણ તેમનું કથન અવાસ્તવિક છે. તેમાં પણ આ ઉપર બતાવેલ પાંચે દોષે કાયમ રહે છે, માટે આત્મા કે કોઈપણ પદાર્થ સર્વથા ક્ષણિક માની શકાય નહિ; પણ ઉત્પાદ, વ્યય, બ્રોવ્યરૂપ માનવામાં આવે તે વ્યવસ્થા ચાલે છે.
इत्यात्मवादे बौद्धमतखण्डनाख्यं तृतीयं प्रकरणम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org