________________
આત્મવાદ :
: ૨૯૩ : એકચિત્ત બીજા ચિત્તનું અનુસંધાન કરે છે. તે ત્રીજા ચિત્તનું અનુસંધાન કરે છે. એમ યાવત્ મરણ પર્યત ચિત્તનું અનુસંધાન ચાલે છે. અને એક ચિત્તે ગ્રહણ કરેલ સંસ્કાર અને કર્મ તે અન્ય ચિત્તને સેપે છે. તે રીતે પરલેક અને ભવપરપૂરા સંભવે છે, તે પણ વાસ્તવિક નથી.
ચિત્તના અનુસન્ધાન થવા અને એક બીજાના કર્મો અને સંસ્કારની આપલે કરવી તે એક બીજાને માનીએ તે જ સંભવે. ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામતા પદાર્થો એકબીજા સાથે સંબધ જ પામતા નથી તે લેવડદેવડ કરવાની વાત જ કયાં? ને એ રીતે સંસાર-ભવપરસ્પરાની અસંભાવનારૂપ ત્રીજે દેષ સંભવે છે.
૪. મેક્ષની અસંભાવના-ક્ષણિકાત્મવાદમાં મુક્તિ સંભવતી નથી. ફરી કર્મબન્ધ ન થાય અને રહેલ કર્મને સર્વથા ક્ષય તેને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એ સર્વને અભિલષિત છે. જ્યાં પિતાને કાંઈ પણ લાભ ન થ હોય ત્યાં પ્રવૃત્તિ થતી નથી. આત્માને સર્વથા ક્ષણિક માનનારને મતે કોઈપણ આત્મા મેક્ષને માટે પ્રયત્ન કરશે નહિં; કારણ કે પ્રયત્ન કરનાર તો સર્વથા નાશ પામે છે. એટલે તે મુક્ત થતો નથી, મુક્ત થનાર તે કોઈ અન્ય જ રહે છે. એ કણ મૂખ હોય કે જે પિતાના વિનાશને નોતરી બીજાને દુ:ખમુક્ત કરાવવા પ્રયત્ન સેવે. બીજું બન્થવ્યવસ્થા જ ક્ષણિકાત્મ મતમાં ઘટતી નથી. જ્યારે કોઈને બધન જ નથી તે મોક્ષની વાત જ કયાં? એ રીતે મેક્ષની સંભાવનારૂપ થે દોષ છે.
૫. સ્મરણની અસંભાવના–આત્માને ક્ષણિક જ માનનારને સ્મરણ પણ સંભવે નહિ. દેવદત્ત ખાધું હોય તેને સ્વાદ યજ્ઞદત્તને આવતા નથી. જે એકનો અનુભવ અન્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org