________________
આત્મવાદ :
: ૨૯૧ :
થશે. અને જો કાળના ઉત્પત્તિ ને વિનાશ સ્વયં માનશે। તે અન્ય પદાર્થાંના પણ ઉત્પત્તિ ને વિનાશ સ્વય' કેમ ન માનવા ? પદાર્થ માત્રના ઉત્પત્તિ, વિનાશ વિના કારણુ સ્વયં માની લેશે તે કાઇપણ સ્થળે કાર્ય કારણુભાવની વ્યવસ્થા રહેશે નહિ.
બીજું કાળથી નાશ માને કે સ્વય' નાશ માને તે પણ પ્રત્યક્ષ જણાય છે કે પ્રથમ ક્ષણે જણાતા પદાર્થ અન્ય ક્ષણે પણ ઉપલબ્ધ થાય છે. અને કેટલાક કાળ પછી તે સ થા ઉપલબ્ધ નથી થતા ત્યાં શું?
ક્ષણે ક્ષણે થતા નાશમાં ઉત્તરેત્તર નવીન ઉત્પન્ન થતા પદાર્થમાં સ ંસ્કાર આપવાની શક્તિ કલ્પશે તે તેમાં પણ ક્ષણિક-અક્ષણિકવની વિચારણા ચાલુ રહેશે.
માટે પદાર્થ માત્રમાં ક્ષણે ક્ષણે જે પિરવતન થાય છે તેટલે અંશે તેને નાશ, જે રૂપે તે કાયમ રહે છે તેં રૂપે તેને અવિનાશ અને નવીન રૂપ જે ઉત્પન્ન થાય છે તે રૂપે ઉત્પત્તિ માનવામાં કેઇપણુ ખાધા આવતી નથી. સર્વથા ક્ષણિકત્વ તે કોઈ પણ રીતે સંભવતું નથી, માટે તમારી એ વિચારણા અસત્ય ને ત્યાજ્ય છે.
( ૫ )
બૌ—આત્મા તે ક્ષણિક જ છે.
અન્ય પદાર્થોં ક્ષણિક હા કે અક્ષણિક તે સાથે અમારે નિસ્બત નથી. અમે તે જ્ઞાનસ્વરૂપ જે આત્મા છે તેને સર્વથા ક્ષણિક માનીએ છીએ. આત્મા ક્ષણે ક્ષણે જુદા જુદા જ્ઞાનરૂપે પ્રત્યક્ષ જણાય છે. જો ક્ષણિક ન હેાય તેા તેમ કેમ બને ? માટે આત્માને તે ક્ષણિક જ માનવા જોઈએ.
સ્યા-આત્માને ક્ષણિક માનતા આવતા પાંચ ટાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org