________________
: ૨૯૦ :
નિવવાદ: તેના કારણે મળે ત્યારે જ તે કાર્ય થાય છે. ઘટ, પટાદિના નાશ માટે પણ જ્યારે વિનાશક કારણે પ્રાપ્ત થાય છે ત્યારે નાશ પામે છે એમ માનવામાં કોઈ પણ પૂવેક્ત આપત્તિ આવતી નથી. જ્યાં સુધી વિનાશની સામગ્રી મળતી નથી ત્યાં સુધી તે સ્થિર રહે છે. એટલે સન્માત્રને ક્ષણસ્થાયી જ માનવામાં કોઈ પ્રમાણુ નથી.
પદાર્થ માત્રને નાશ કાળ કરે છે. પદાર્થના નાશમાં તમે જે કોઈ કારણે સ્વીકારશે તેમાં કાળ પણ એક કારણ માનવું પડશે. કાળ સિવાયના બીજા કારણે ખરું જોતાં નકામા છે. સેંકડો વખત દેખાય છે કે વસ્તુના નાશને સમય નથી હોતો ત્યારે તેના નાશ માટે ગમે તેટલા પ્રબળ પ્રયત્ન કરવામાં આવે તે પણ તે એમ ને એમ રહે છે. અને કંઈ પણ કારણ ન હોવા છતાં લાંબે કાળે દઢ ને મજબૂત વસ્તુ પણ નાશ પામી જાય છે. એટલે નાશનું ખરું કારણ કોઈ હોય તે તે કાળ જ છે. દરેક ક્ષણે તે કાળરૂપ નાશક વિદ્યમાન છે માટે પદાર્થ માત્રનો ક્ષણે ક્ષણે નાશ થાય છે માટે સર્વ ક્ષણિક જ છે.
સ્યા –કાળને જ નાશક માનવામાં જગતની અસભાવના,
કાળથી જે પદાર્થ માત્ર દરેક ક્ષણે નાશ પામે છે, એમ માનવામાં આવે તે પદાર્થ માત્ર એક ક્ષણે નાશ પામી ગયા પછી કંઈપણ ઉપલબ્ધ થવું ન જોઈએ. પ્રત્યક્ષ જણુતા સર્વ પદાર્થો એ રીતે તમારે મને નહિં સંભવે. દેખાતા ભાવને સ્થિર કરવા તમે કાળને ઉત્પાદક પણ માનશે તે પણ કાળ માટે તે પ્રશ્નો કાયમ જ રહેશે. કાળ પણ ક્ષણિક છે, તો તેને નાશક કોણ? તેને માટે નવીન કપન કરશે તે અનવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org