________________
આત્મવાદ :
: ૨૮૧ : નથી એમ કહેવું તે મહાઅસત્ય છે. પરમાણુની સત્તાધીન ઘટપટની સત્તા છે ને પરમાણુ સિદ્ધ થતો નથી માટે ઘટ, પટાદિ નથી તે વિચારભ્રમ છે. આપણે સ્થળ ચક્ષુથી પરમાણુને ન નીરખી શકીએ તેથી તે નથી એમ કેમ મનાય ? ઘટ-પટ વગેરેની સત્તા સ્વયંસિદ્ધ પ્રત્યક્ષ છે. તે પ્રત્યક્ષ દેખાતા કાર્યો જ તેના અતિમ કારણ તરીકે પરમાણુને સિદ્ધ કરે છે. યોગીઓના પ્રત્યક્ષને મિથ્યા માનવામાં શું પ્રમાણ છે? યેગીઓ કહે છે કે અમને પરમાણુ પ્રત્યક્ષ દેખાય છે ” તે કથનમાં તેઓને કોઈપણ જાતનો સ્વાર્થ નથી, માટે તે પ્રમાણભૂત માનવું જોઈએ. એટલે પરમાણુ પણ પ્રમાણસિદ્ધ છે; માટે વિજ્ઞાનથી ભિન્ન ઘટ, પટાદિ અનેક પદાર્થો પ્રમાણસિદ્ધ છે.
બ૦-ઘટ, પટ વગેરે સર્વ મિથ્યા છે.
તમારા કહેવાનો મૂળ આશય આ દેખાતા ઘટ, પટ વગેરેને આધારે પરમાણુને સિદ્ધ કરવાનો છે. આ પ્રત્યક્ષ દેખાય છે તેને તમે અ૫લાય કરી શકતા નથી, પરંતુ આ દેખાય છે એ જ વાસ્તવિક નથી. અનાદિકાળની મિથ્યા વાસનાથી વિજ્ઞાન તે આકારે પરિણુત થાય છે ને ઇન્દ્રિય દ્વારા અન્તઃકરણમાં તેના પ્રતિબિઓ પાડે છે. તાત્વિક રીતે ઘટ, પટાદિ કોઈ પણ પદાર્થ હસ્તી ધરાવતા નથી છતાં ઝાંઝવાના જળની માફક દેખાય છે. સ્વમમાં કાંઈ પણ નથી હોતું છતાં સર્વ અજ્ઞાનથી કપાય છે ને દેખાય છે. જાગૃતિમાં આપણે સમજીએ છીએ કે સ્વમમાં દેખેલ સર્વ મિથ્યા છે. એ જ પ્રમાણે બાહ્ય પરિ સ્થિતિ છે. માટે વિજ્ઞાન એક જ સત્ય ને પ્રમાણસિદ્ધ છે.
સ્યા — વિજ્ઞાન છે તે બીજા પદાર્થો પણ છે જ જ્ઞાન-વિજ્ઞાન એ સવિષયક પદાર્થ છે. વિષય વગરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org