________________
: ૨૭૮:
નિવવાદ:
એ જ પ્રમાણે આ શરીર મારું છે, એ સ્થાને પણ શરીર અને મારું છે એમ કહેનાર બને જુદાં જ માનવા જોઈએ. શરીરથી જુદે મારું છે એમ કહેનાર જે છે તે જ આત્મા છે. “હું છું” એવું ભાન પણ શરીરથી જુદે જે પદાર્થ છે તેને જ થાય છે. દરેકને પોતાના આત્માનું વ્યક્ત કે અવ્યક્ત પ્રત્યક્ષ હોય છે. વિશિષ્ટ જ્ઞાનથી બીજા આત્માઓ ને તેમાં થતાં પરિવર્તન પણ પ્રત્યક્ષ જાણી શકાય છે.
અવગ્રહ, ઈહા, અપાય ને ધારણા એ ચાર જ્ઞાનની ભૂમિકાઓ છે. જ્ઞાન સ્વસંવેદ્ય ને પ્રત્યક્ષ છે. જ્ઞાન એ ગુણ છે. ગુણી સિવાય ગુણ કદી પણ ઉપલબ્ધ થતું નથી. જ્ઞાન એ શરીરને કે જડને ગુણ નથી એ નિશ્ચિત છે. એટલે જ્ઞાન ગુણનો આધાર આત્મા છે. જ્ઞાન પ્રત્યક્ષ છે એટલે તેને આધાર આત્મા પણ પ્રત્યક્ષ જ છે.
એ પ્રમાણે આત્મા આગમ, અનુમાન અને પ્રત્યક્ષ એમ ત્રણે પ્રમાણેથી સિદ્ધ થાય છે, એ સ્યાદ્વાદીએ સમજાવ્યું એટલે ચાર્વાક ચૂપ થઈ ગયે. ઈત્યાત્મવાદે ચાકમતખંડનાખ્યું દ્વિતીયં પ્રકરણમ.
* જેનો નિર્દેશ કરી શકાય નહિં એવા સામાન્ય જ્ઞાનને અવગ્રહ કહે છે. વધુમાં નહિં રહેલ ધર્મો પ્રહણ ન કરવા અને પહેલા ધર્મો ગ્રહણ કરવા એવું જે જ્ઞાન થાય છે તેને દહા કહે છે. ગ્રહણ થયેલા ધર્મો તે વસ્તુમાં છે જ ને નહિં ગ્રહણ થયેલા ધર્મો તેમાં નથી જ એવું જે ચોક્કસ જ્ઞાન થાય છે તેને અપાય કહે છે. ધારણાના ત્રણ ભેદ છે. અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ. તેમાં અપાય થયા બાદ અન્તર્મુહૂર્ત સુધી તે જ્ઞાનને જે ઉપગ રહે તે અવિસ્મૃતિ કહેવાય છે, સંખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી તે જ્ઞાનને જે સરકાર રહે તેને વાસના કહે છે, જે જ્ઞાન થયું છે તેના સદશ પદાર્થનાં દર્શન વગેરે થવાથી સંસ્કારને ઉદ્દધ થઇને જે જ્ઞાન થાય છે તેને સ્મૃતિ કહે છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org