________________
આત્મવાદ :
L: ૨૭૫ :
સુંઘેલ ગધ નાક કપાયા બાદ કે નિરુપયેગી થયા પછી, આંખે જોયેલું રૂપ અંધાપો આવ્યા પછી, કાને સાંભળેલ શબ્દ બહેરાશ થયા પછી પણ યાદ આવે છે. અનુભવ કરનાર ઈન્દ્રિયો નથી છતાં જે યાદ આવે છે તે આત્મા વગર સંભવી શકે નહિં. અર્થાત્ ઈન્દ્રિયોથી અનુભવ ગ્રહણ કરનાર તો આમા જ છે. ને તેને નાશ નથી થયે માટે તેને સર્વ યાદ આવે છે માટે આત્મા માન જોઈએ.
ચા–પ્રાણવાયુથી આત્માની જરૂરીયાત રહેતી નથી.
જ્યાં સુધી આ શરીરમાં પ્રાણવાયુ છે ત્યાં સુધી જ ઇન્દ્રિયે કાર્ય કરી શકે છે. પ્રાણવાયુ ચાલ્યા ગયા પછી કાર્ય થતું નથી. જીવતા શરીરમાં ને મૃતકમાં ફેર પણ તેટલે જ હોય છે. મૃતકોમાં પ્રાણવાયુ નહિં હોવાને કારણે છતી ઇન્દ્રિયેથી જ્ઞાન થતું નથી. બીજું ઇન્દ્રિયો સાથે પ્રાણવાયુ પણ સર્વ અનુભવે ગ્રહણ કરે છે ને તે મનદ્વારા સર્વ સ્મરણમાં લાવે છે. એટલે ઈન્દ્રિયેના નાશ પછી પણ જે યાદ આવે છે તે પણ અસંભવિત કે અજૂગતું નથી, એટલે આત્મા સિવાય પણ સર્વ વ્યવસ્થા ચાલે છે, તો શા માટે આત્મા માનવે જોઈએ ?
સ્થા–બાળક રુદન ને સ્તન્યપાનથી આત્મસિદ્ધિ. જન્મતાંની સાથે બાળક રુદન કરે છે ને ભૂખ લાગતાં તરત જ સ્તન્યપાન કરવા લાગે છે. એ પ્રમાણે કરવાનું કોઈએ પણ બાળકને શિક્ષણ આપ્યું નથી, છતાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃતિમાં કંઈપણ કારણ અવશ્ય હોવું જોઈએ. પૂર્વજન્મના સંસ્કાર વગર એવી પ્રવૃત્તિઓ સંભવે નહિં માટે પૂર્વજન્મ અને સંસ્કાર ગ્રહણ કરનાર કોઈ તત્વ અવશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org