________________
: ૨૭૪ :
નિહૂર્વવાદ : તેમ ઈન્દ્રિયોને પણ ઉપયોગમાં લેનારની આવશ્યકતા રહે છે. ઈન્દ્રિયોને ઉપયોગમાં લેનાર જે છે તે આત્મા.
ચા-ઇન્દ્રિયેથી સ્વયં જ્ઞાન થાય છે. આત્માની જરૂર નથી.
કેવળ દષ્ટાન્તથી કોઈ વસ્તુની સિદ્ધિ થઈ શકે નહિ, તેની પાછળ પ્રબળ કે પુરાવો હોય તો જ દૃષ્ટાન્ત તેને પોષક બને છે. કુહાડીના ઉદાહરણથી કાંઈ ઈન્દ્રિયોને સ્વયં જ્ઞાન કરાવવામાં અસમર્થ માની શકાય નહિં. અમે કહીએ છીએ કે ઇન્દ્રિયોથી થતાં સર્વ જ્ઞાનમાં બીજા કોઈની જરૂર નથી, ઈન્દ્રિયો તે કરાવી શકે છે. માટે આત્માની તેને માટે આવશ્યકતા નથી.
સ્યા –મૃત શરીરથી જ્ઞાન નથી થતું માટે ઈન્દ્રિ સ્વતંત્ર જ્ઞાન કરાવી શકે નહિં.
જે ઇન્દ્રિમાં સ્વયં અન્ય કોઈ પણ પદાર્થ ની અપેક્ષા વગર સ્વતંત્ર જ્ઞાન કરાવવાની શક્તિ હોય તો જે પ્રમાણે ચાલુ-જીવતા શરીરથી જ્ઞાન થાય છે તે પ્રમાણે મૃતક-મરણ પામેલ શરીરથી પણ થવું જોઈએ. મૃતક શરીરમાં સર્વ ઈનિદ્રો કાયમ છે છતાં જ્ઞાન થતું નથી માટે જ્ઞાનમાં ઇન્દ્રિયે તે કેવળ નિમિત્તભૂત છે. જ્ઞાન ગ્રહણ કરનાર તો કોઈ અન્ય જ છે. વળી ઈન્દ્રિથી ભિન્ન જ્ઞાતા ન માનીએ તે રાજ્ય સ્મરત્યmઃ બીજાનું અનુભવેલ બીજા કોઈને યાદ આવતું નથી. દેવદત્ત કાંઈપણું જોયું હોય તે કાંઈ જિનદત્તને સાંભરતું નથી. એટલે ઇન્દ્રિયને જે સ્વતંત્રપણે જાણનાર માનવામાં આવે છે તે તે ઇન્દ્રિયે જૂઠી પડી ગયા પછી, તેને નાશ થયા પછી જે યાદ આવે છે તે ને ? ચામડીથી થયેલા સ્પશેનું જ્ઞાન ચામડી જૂઠી પડી , ગયા પછી, જીભથી લીધેલા સ્વાદ જીભ છેદાયા બાદ, નાસિકાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org