________________
આત્મવાદ :
: ૨૭૧ :
(૪) સ્યાદ્વાદી અને ચાર્વાકને પ્રથમ ચર્ચા થયાને બે માસ થઈ ગયા. હવે તો ઉપવનમાં સ્યાદ્વાદીની સભા જામતી જાય છે. નવા નવા અનેક પ્રશ્નો છણાય છે. અનેક દર્શનના વિચારો ચર્ચાય છે. એક વખત સ્યાદ્વાદી સભા ભરીને બેઠા છે. શરદૂ ઋતુનો સમય છે. ધરતી લીલીછમ થઈ ગઈ છે. આકાશમાં વાદળાઓ જગત્ ઉપર ઉપકાર કરીને જાણે વિશુદ્ધ યશ કમાયા હોય તેમ ઉજજવળતા ધારણ કરીને વિચારી રહ્યાં છે. તે વાદળોને ભેદીને ઉત્તરાચિત્રાને તાપ જનતાને ખૂબ આકુળવ્યાકુળ કરી રહ્યો છે. એ તાપથી અત્યન્ત ઉદ્વિગ્ન થઈ કૃષકર્મ કરતાં કૃષીવલને પણ ગૃહ-સંસારથી વિરક્ત થવાની ભાવના થઈ આવે છે. એવે સમયે એક શીતળ તરુની શાન્ત છાયામાં સ્યાદ્વાદી સાથે અનેક વિચારકો વિચારણા ચલાવી રહ્યા છે. પ્રસંગ પામી ચાર્વાકે પૂછ્યું.
ચા–અન્ય કઈ પ્રમાણુથી આત્મા સિદ્ધ થાય છે?
આપે પ્રથમ આગમપ્રમાણથી આત્માની સિદ્ધિ કરી હતી, પણ એ સિવાય આત્માને માનવામાં કાંઈ પ્રમાણે કે યુક્તિ છે?
સ્યાદ–અનુમાન પ્રમાણુ ને તેથી આત્મસિદ્ધિ– આગમ સિવાય અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. અનુમાન એક પ્રમાણ છે. જંગલમાં ફરતા ફરતા દૂરથી પર્વત ઉપર મૂળમાંથી નીકળતે ધૂમાડે જેવાથી સમજાય છે કે આ સામેના પર્વતમાં અગ્નિ છે. રસોડામાં, લુહાર વગેરેની ભઠ્ઠીમાં વારંવાર જોવાથી એ એક નિયમ ગ્રહણ થાય છે કે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org