________________
આત્મવાદ :
: ૨૫૫ :
કર્યા ને તે ન મળે માટે નથી એમ માની લીધું એ બરોબર નથી. શરીરના કકડા કરાવવા ને તેમાં તપાસ કરવી એ કાંઈ આત્મપ્રાપ્તિને ઉપાય નથી. તેની પ્રાપ્તિના વિશિષ્ટ ઉપાસે જ્ઞાનીઓએ બતાવ્યા છે, તેથી જ તે મેળવી શકાય છે. જેમ કોઈ એક શીશીમાં બૂચ સલવાઈ ગયું હોય, બૂચ ન નીકળતું હોય અને દવા પણ ન નીકળતી હોય. તેમાંથી દવા કાઢવા જે શીશીને ફેડી નાખવામાં આવે તો દવા ઢળાઈ જાય ને શીશી પણ કુટી જાય. તેમ દેહનો નાશ કરવાથી આત્મા અને દેહ બનેનો વિનાશ થાય છે, પરંતુ કુશળ માણસ જેમ શીશીને ફેડ્યા વગર યુક્તિથી બૂચ કાઢીને દવા મેળવે છે ને શીશીને પણ અખંડ રાખે છે, તેમ આત્માથી દેહના નાશ સિવાય જ આત્મદર્શન કરી શકે છે.
તું જેમ દેહના નાશથી આત્મા ન મળે માટે નથી એમ માને છે, તેમ મને પણ એક વસ્તુને અનુભવ થયે છે તે સાંભળ–
श्रुत्वाग्निमरणेः काष्ठे, तन्मया खण्डशः कृतम् ।। ન જ છો મહારાષ! તમથે દાપિ પાવે છે ? मूर्तिमन्तोऽपि सन्तोऽपि, दृश्यन्तेऽर्था न यन्नृप ! ।। तदमूर्तस्य जीवस्या-दर्शने कि विरुध्यते ? ॥ २॥ विशिष्टज्ञानयोगेन, परं दृश्येत सोऽपि हि ॥ मथनादरणेः काष्ठेऽ-प्यनलो नृपते ! यथा ॥३॥
રાજન ! મેં એક વખત સાંભળ્યું હતું કે અરણિના લાકડામાં અગ્નિ હોય છે. (જો કે દરેક કાષ્ઠમાં અગ્નિ હોય છે પણ અરણિમાં એ અગ્નિ હોય છે કે તેને ઉત્પન્ન કરવા માટે બીજા અનિની આવશ્યકતા રહેતી નથી) તે અગ્નિ તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org