________________
આત્મવાદ
: ૨૫૩ :
અસહ્ય વેદના સહન કરતાં જી કારમી ચીસો પાડે છે, પરંતુ તેનું ત્યાં કોઈ સાંભળનાર નથી, તેઓને કોઈ બચાવનાર નથી, ફક્ત પરમ કારુણિક પ્રભુના જન્મ વગેરે વિશિષ્ટ કલ્યાણક પ્રસંગે તેઓ શાન્તિ અનુભવે છે.
તે જીવે ભૂખથી એવા રીબાતા હોય છે કે આપણું સર્વ ધાન્યના ઢગલા તેઓને ખાવા આપીએ તે પણ તેમને સંતોષ થાય નહિં. વળી સર્વ સાગરના જળ જે તે જીવને પીવા માટે આપવામાં આવે તો પણ તેઓની તરસ છીપે નહિં. એવું ભૂખ ને તરસનું તેમને દુઃખ હોય છે. થડો પણ અધકાર આત્માને આકુળવ્યાકુળ કરી મૂકે છે તે નરકના જી સદૈવ નિબિડ અંધકારમાં જ સબંડ્યા કરે છે.
ત્રણ નરક પછી નારકીના છે જે કે પરમાધામીનાં દુઃખ ભોગવતા નથી તો પણ તેથી અધિક કામ-ક્રોધ-માનમાયા-લોભ-ઈષ્ય વગેરેની અત્યન્ત તીવ્ર લાગણીથી તેઓ દુઃખી થાય છે. તે લાગણીઓને તેઓ દબાવી શકતા નથી. લાગણીવશ તે છો નવી નવી શેના વિકુવને પરસ્પર લડે છે, મેટાં યુદ્ધ કરે છે ને ખૂબખૂબ દુઃખી થાય છે. નાથા વિવેચન-સી-સળ–કુરિવાર-હિં ! परवस्सं जर-दाहं, भय-सोग चेव वेयन्ति ॥
નરકાત્માઓ ઠંડી-ગરમી-ભૂખ-તરસ-રેગગ્રસ્ત કંડુયુક્ત શરીર-પરતંત્રતા-વૃદ્ધાવસ્થા–દાહ-ભય ને શોક એમ દશ પ્રકારની વેદના વેદે છે. આ સર્વ દુઃખો-નરકગતિ આત્માને ત્યારે મળે છે કે જ્યારે જીવ પંચેન્દ્રિયને વધ કરે છે, માંસભક્ષણ કરે છે, મહાઆરંભમાં આસક્ત બને છે, મહાપરિગ્રહને વધારવામાં જ પ્રયત્નશીલ રહે છે. તે પાપથી પાછો હઠતે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org