________________
: ૨પર :
નિહ્નવવાદ છે
રૂપ-રસ-શબ્દ વગેરે સર્વ અશુભ હોય છે. નરકમાં દુર્ગન્ધ એટલી છે કે જે તે દુર્ગધને એક પણ અંશ આ મનુષ્ય ક્ષેત્રના કેઈ નગરમાં નાખવામાં આવે તે ત્યાં રહેલા સર્વ જી મૃત્યુ પામે. તીણ કાંટાની શય્યા પર સુઈએ, તરવાર યા કરવતની ધાર પર રહીએ, તે કરતાંયે અધિક દુ:ખ ત્યાંની તીર્ણ અને કઠિન પૃથ્વી પર રહેતાં થાય છે. ત્યાં શીત એવી હોય છે કે કેઈ બળવાન લુહાર પન્દર દિવસ સુધી અગ્નિમાં મોટા લોઢાના ગોળાને સતત તપાવે ને પછી જે તે ગોળો નરકની ઠંડીમાં મૂકે તો ક્ષણમાત્રમાં તે ઠંડો થઈ જાય એટલું જ નહિં પણ તેના સર્વ પુદ્ગલ શીર્ણ વિશીર્ણ થઈ વિખરાઈ જાય. ત્યાં ગરમીનું દુઃખ એવું સહન કરી રહ્યા છે કે જે તે જીને આ મનુથ લેકમાં જ્યાં વધારેમાં વધારે અસહ્ય ગરમી પડતી હોય તે ઉષ્ણ ક્ષેત્રમાં લાવવામાં આવે તે તેમને એ આનન્દ થાય કે જે આનન્દ ગ્રીષ્મના તીવ્રતાપથી અકળાયેલ હાથીને શીતળતાના આવાસરૂપ પુષ્કરણ વાવમાં સ્નાન કરતાં થાય.
“પ્રથમની ત્રણે નરકમાં જીવોને પરમાધામી દેવે દુઃખ આપે છે. તીવ્ર શસ્ત્રથી છેદે છે. લેહી-ચરબી ને હાડકા વગેરે અશુચિ પદાર્થોથી ભરેલી વૈતરણી નદીમાં સ્નાન કરાવે છે. શરીરના નાના નાના ટુકડા કરીને તપાવેલ તેલમાં તળે છે. કરવતથી કાપે છે, વજીના માર મારીને દેહનું ચૂર્ણ કરે છે. બાણ અને ભાલાથી પણ અતિ તીક્ષ્ણ અણુવાળા કાંટા, છાલને પાનવાળા શામલીવૃક્ષ ઉપર ચડાવે છે. નાના ઘડામાં પૂરીને પછી અંદર ગરમ સીસું ભરે છે. લેહની પૂતળીને તપાવીને તે સાથે આલિંગન કરાવે છે. આકાશમાં ઊછાળીને તલવાર કે ભાલા ઉપર ઝીલે છે. નાક-કાન-જીભ છેદે છે, આંખ ફોડી નાંખે છે. ગરમ કરેલ રેતીમાં ચણાની માફક શેકે છે. આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org