________________
માત્મવાદ :
: ૨૫૧ :
આરાધન સિવાય તારા અ૫ પુણ્યના કારણે તેને પ્રતિબોધવા ન આવી. પણ અમે વર્ણન કર્યું એવું સ્વર્ગ તે છે. જ ને તે પુણ્ય કરવાથી પ્રાપ્ત થાય છે.
પિતા નરકમાંથી ન આવ્યા તે વિષયમાં એક
શેઠનું ઉદાહરણું– રાજન ! તારા રાજ્યમાં કોઈ એક શેઠ રહેતો હોય. તે કુટુમ્બ પરિવારથી પરિવરેલે ને સુખી હોય. કુટુમ્બનું પરિપાલન સારી રીતે કરતે હોય, તેથી કુટુમ્બને તેના પ્રત્યે ઘણે સારે પ્રેમ હોય, પરંતુ તે વ્યસનને પરાધીન હોય ને તે કારણે તારા રાજ્યના કાયદા વિરુદ્ધ આચરણ કરીને રાજ્યને મહાન ગુન્હેગાર થાય. ૨ાજ્યરક્ષક પુરુષે તે શેઠને ગુન્હેગાર તરીકે પકડી બાંધીને તારી પાસે લાવે, તે સમયે તેના કુટુંબીજનો તેને કહે કે-તમે તરત જ પાછા આવજો ને અમારું પાલનપોષણ કરજે કે જેથી અમને સુખ થાય. પણ આજીવન જેલજાત્રાને પામેલ એ ગુન્હેગાર પોતાના કુટુમ્બીઓને મળી પણ શકતું નથી. એ જ પ્રમાણે તારા પિતા તારા પ્રત્યે ઘણા પ્રેમવાળા હોવા છતાં પણ કર્મરાજાના મહાન ગુન્હેગાર થઈને નરકરૂપ કારાગારમાં–જેલમાં પૂરાયા પછી તને મળી શકે નહિં. તેથી આત્મા, પાપ, નરક વગેરે નથી એમ કહી શકાય નહિં. નરકનું વર્ણન– 2 “આ પૃથ્વીની નીચે સાત નરક છે. ત્યાં રહેલા જીવો સ્વાભાવિક રીતે ખૂબ દુઃખી હોય છે. તેમના શરીર પારા જેવાં વિકલ ને અસ્તવ્યસ્ત બંધાયેલ હોય છે. તેઓનાં ચાલ-આકૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org