________________
આમવાદ :
: ૨૪૧ :
મને રમતા નિહાળીએ ને જોઈએ કે આ અવાજ કોનો છે?”
મંત્રીએ ખબર છતાં રાજાને મહારાજશ્રી પાસે લઈ જવા એ પ્રમાણે કહ્યું. રાજા ને મંત્રી વનની સુન્દરતા જોતાં જોતાં શ્રી કેશિ ગણધર જ્યાં ધર્મવ્યાખ્યાન કરતા હતા ત્યાં આવ્યા. એકાએક સાધુમહારાજને જોઈને રાજા મંત્રીને કહેવા લાગ્યો
“મંત્રિન! આ મૂડે શું બરાડે છે? આપણું દેશમાં આ લૂંટારો કયારે આવ્યા ? આ લુચ્ચા લેકે આંગળી બતાવે પહોંચે કરડી ખાય એવા હોય છે, માટે હમણાં ને હમણું આ બાવાને આપણી હદ બહાર કાઢી મૂકે કે જેથી બીજા દેશની જેમ આપણા દેશને પણ તે ન બગાડે.”
મંત્રી બુદ્ધિમાન ને કુશલ હતો. રાજાના હુકમ પ્રમાણે કરવા માટે તુરત જ તે થોડે દૂર ગયે ને વળી પાછા વળીને રાજાને કહેવા લાગ્યો.
દેવ! આ પ્રમાણે આપણે આને આપણું દેશ બહાર કાઢી મૂકશું તે તે અહીંથી બીજા દેશમાં જઈને લેકેની આગળ આપણી નિન્દા કરશે ને કહેશે કે- તામ્બિકાને રાજા પ્રદેશી મૂર્ખને સરદાર છે, કંઈપણે જાણતા નથી ને ગુણી પુરુષોનું અપમાન કરે છે ” માટે આપ તેની સાથે વાદ કરો ને તેને નિરુત્તર બનાવો કે જેથી માનરહિત થઈ તે પોતે સ્વયં અહીંથી ચાલ્યો જાય. વળી વાદવિવાદમાં આપની સામે ઉત્તર આપવા માટે ખૂદ હસ્પતિ પણ સમર્થ નથી તો આ બિચારાનું શું ગજું?”
મત્રીના કથનથી રાજાને ઉત્સાહ ચડ્યો. તે શ્રી કેશિ ગણધર પાસે જઈને કહેવા લાગ્યો.
“હે આચાર્ય ! તું અહિં ક્યારે આવે છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org