________________
: ૨૪૦ :
નિવવાદ :
સમાચાર ગુપ્ત રીતે મત્રીને પહોંચાડયા, ધર્મ પ્રભાવના કરતા કરતા મહાત્સવપૂર્વક ગુરુમહારાજને વંદન કરવા જવાની મંત્રીને ઉત્કટ ભાવના હતી, પણ ‘કાઇ સાધુ આવ્યા છે' એ વાત રાજા જાણે તે અવજ્ઞા કરે-મહારાજનું અપમાન કરાવી કાઢી મુકાવે ને તેથી લાભ થવાને બદલે ઊલટું નુકશાન થાય એટલે મંત્રીએ સમાચાર જાણી પેાતાને સ્થાને રહીને ગુરુમહારાજશ્રીને ભાવ વંદન કર્યું.
મંત્રીએ વિચાયું કે-હવે ગુરુમહારાજના આગમનની જાણુ રાજાને બીજો કાઇ ન કરે તે પહેલાં જ હુ કાઈપણ યુક્તિથી તેને ગુરુમહારાજશ્રી પાસે લઇ જઉં, વિચાર ગોઠવીને મત્રી રાજા પાસે આવ્યે ને કહ્યું
(6
દેવ ! અશ્વક્રીડા કરવાના સમય આજ ઘણા અનુકૂળ છે. ઋતુરાજ વસન્તનું આગમન થયુ છે. વાયુ પણ સુંદર વાય છે. ઝાડપાન, ફૂલફૂલ વગેરેથી વનભૂમિ વિહાર કરવા યાગ્ય બની છે. જો આપના આદેશ હોય તે અશ્વપાલકને અશ્વ સજ્જ કરવા આજ્ઞા કરું,
12
મત્રીના વચનથી રાજાને અશ્વક્રીડા કરવાની ભાવના જાગૃત થઈ અને તેણે મંત્રીને અશ્વો તૈયાર કરાવવા કહ્યું.
મત્રી ધીરે ધીરે રાજાને અક્રીડા કરાવતા કરાવતા જે ઉદ્યાનમાં શ્રી કેશિ ગણધર મહારાજ મધુર ધ્વનિથી દેશના દેતા હતા તે ઉદ્યાન તરફ લઈ ગયા. રાજા ને મંત્રી પરિશ્રમ દૂર કરવા એક એક વૃક્ષની સુન્દર છાયામાં બેઠા, ચિત્ત શાન્ત યુ. એટલે રાજાએ મહારાજશ્રીના મધુર નિ સાંભળ્યે ને મંત્રીને પૂછ્યુ કે—
“ આ સુન્દર ધ્વનિ કાને છે ને કચાંથી આવે છે ? ” “ મહારાજ ! મને ખબર નથી, ચાલેા આપણે ઉદ્યાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org