________________
આત્મવાદ
ધર્મેશ્રવણુ કર્યું'. તેને ધર્મશ્રદ્ધા શ્વમ સ્વીકાર્યા.
પેાતાને સમજાયેલ સારા માર્ગને પેાતાના સમ્બન્ધિ પણ અનુસરે એવી ભાવના ને પ્રયત્ના સજ્જના સદા કરે છે. મંત્રીને પણ સાચા રાહુ સમજાયા પછી રાજાને ધર્મ માર્ગ પર લાવવાની તીવ્ર ભાવના જાગૃત થઇ. તેણે ગુરુમહારાજને વિનવ્યું
: ૨૩૯ :
થઇ અને સમ્યક્ત્વમૂલ
“ ભગવત ! આપ તે વિશ્વવત્સલ છે, પણ અમારી નગરી અને રાજ્ય નાસ્તિક રાજાના સખત શાસનને લીધે આપ સમા ગુરુમહારાજના આવાગમનથી વંચિત રહે છે. કૃપા કરી આપ શ્વેતાંબિકા નગરી પધારશેા તે આપની અપૂર્વ શક્તિ, જ્ઞાન અને લબ્ધિના પ્રભાવથી અમારેશ નાસ્તિક રાજા આસ્તિક બનશે. ત્યાં ધર્મનું સામ્રાજ્ય પ્રવર્તશે, ને ઘણા જીવાને ઉપકાર થશે. ” જેવી ક્ષેત્ર સ્પર્શના-વર્તમાનયેાગ' • એમ કહી શ્રી કેશિ મહારાજે અનુકૂળતાએ તે તરફ વિહરવા ભાવના દર્શાવી.
""
ચિત્ર મંત્રી આનન્દ્રિત થયા. શ્રાવસ્તિનું કાર્ય સમાપ્ત કરી તે નિજ નગરે આણ્યે. આવીને તેણે ઉઘાનપાલક(માળી)ને સમજાવ્યું કે “ જ્યારે કાઈ પણ ગુરુમહારાજ અહિં પધારે ત્યારે પ્રથમ મને ખબર આપજે. * મંત્રીના મનમાં હતુ. કે જો પહેલથી રાજાને ખબર પડશે તેા મહારાજશ્રીનું અપમાન કરશે ન તેમને અહિં રહેવાના પણ પ્રતિબન્ધ મૂકશે. એમ ન બને માટે માળીને સૂચના કરી.
↑
*
શ્રી કેશિ ગણધર કાળાન્તરે વિહાર કરતા કરતા શ્વેતામ્બિકા નગરીના ઉદ્યાનમાં સમવસર્યાં. પૂર્વે મ`ત્રીએ સંકેત કર્યા પ્રમાણે ઉદ્યાનપાલકે ગુરુમહારાજશ્રીના આગમનના
×
Jain Education International
For Private & Personal Use Only
X
www.jainelibrary.org