________________
: ૨૩૮ :
નિવવાદ :
પ્રકરણ પહેલું
( આત્મસિદ્ધિ) કેશિ-દેશીસમાગમ
ઘણું એક આ પૂર્વે આ ભારતમાં તામ્બિકા નગરીમાં નાસ્તિકશેખર પ્રદેશ રાજાનું શાસન પ્રવર્તતું હતું. તે રાજ્યમાં રાજાના વિચારને અનુકૂલ ચિત્ર નામને મુખ્ય મંત્રી હતા.
તે સમયે ભારતના ભવ્યાત્માઓના ભાગ્યથી આ ભૂમિતલને, ચાર જ્ઞાનની સમ્પત્તિવાળા શ્રી કેશી ગણધર મહારાજા પાવન કરી રહ્યા હતા.
એકદા શ્રી કેશી ગણધર મહારાજ વિહાર કરતા કરતા શ્રાવતી નગરીમાં પધાર્યા. ત્યાં તેઓશ્રીના દર્શન, વન્દન ને ધમં શ્રવણ કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા.
તે જ સમયે પૂર્વજન્મના કેઈ અપૂર્વ પુણ્યના ભેગે તામ્બિકાથી ચિત્ર મંત્રી પણ શ્રાવસ્તીપુરીમાં રાજ્યકાર્યને માટે આવ્યું હતું.
લેક લેકને અનુસરે છે. તે મુજબ ઘણા લોકોને કેશિ ગણધર ભગવંત પાસે જતાં જઈને કુતૂહલથી ચિત્ર મંત્રી પણ ત્યાં ગયે.
ધર્મથી વિમુખ ને નાસ્તિક વિચારને જાણીને શ્રી કેશી ગણધર મહારાજે તેનો તિરસ્કાર ન કરતાં ધર્મ સન્મુખ કરવા માટે તેને મધુર વચને બોલાવ્યું, ને તેના મને ગત વિચારે કહ્યા તેથી ચિત્ર મંત્રી ખૂબ આશ્ચર્ય પામ્યું. તેને ગુરુ મહારાજ ઉપર બહુમાન ઉત્પન્ન થયું. તેણે શાન્તિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org