________________
નથવાદ :
': ૨૩૫ :
જે શબ્દોનો આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છીએ તે અર્થને તે પદાર્થ તે સમયે યથાર્થ અનુભવતો હોય તે જ તેને માટે તે શબ્દ વાપરવો એવી જે નયની માન્યતા છે તેને એવંભૂત નય કહેવામાં આવે છે.
જેમકે શિવ ત્યારે જ કહેવાય કે જ્યારે શુકલધ્યાનની ધારાએ ચઢી રાગાદિ શત્રુને જીતતા હય, જ્યારે સુરાસુર નરેન્દ્ર પૂજા કરતા હોય ત્યારે જ હૂં કહેવાય અને સમવસરણમાં વિરાજી ચતુર્વિધ શ્રમણ સંઘની અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હોય ત્યારે તીર કહેવાય.
પરંતુ જ્યારે ઉપર્યુક્ત ક્રિયા ન ચાલતી હોય ત્યારે તે શબ્દ વપરાય નહિં.
તીર્થની સ્થાપના કરતા હોય ત્યારે કોઈ કહે છે ઈન્દ્ર મહારાજા જિનને નામે-પૂજે છે તે તે વાક્ય એવંભૂત નય બરોબર ન કહે. આ નય તે કહે-અત્યારે તીર્થકરને ઈન્દ્ર નમે છે એમ કહો. એ પ્રમાણે એવંભૂત નયનું સ્વરૂપ છે.
ઘટના દષ્ટાતથી શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત
નયનું સ્પષ્ટીકરણ. શબ્દનય–જેમાં પાણી ભરી શકાય, ગેળ આકારવાળે, મોટા પેટવાળે, સાંકડા મુખવાળે જે પદાર્થ તે ઘટ કહેવાય છે. ઘટ-કલશ-કુંભ વગેરે તેના પર્યાય શબ્દ છે.
સમભિરૂઢ નય–પાણી ભરાય તે-જલાધાર કહેવાય, શબ્દ કરે તે જ ઘટ કહેવાય, પૃથ્વીને પૂરે તે જ કુંભ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org