SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૬ : નિહ્નવવાદ: લાવે. પુનઃ આજ્ઞા કરે કે “રજોહરણથી પુંજી નિષદ્યા પાથરો” શિષ્ય તે પ્રમાણે કરે. ગુરુના વચન પ્રમાણે વર્તન કરતા શિષ્યના વ્યવહારને નીરખી ત્યાં રહેલ નવદીક્ષિત બાળમુનિ “સ્થાપનાચાર્ય” “રજોહરણ” “નિષઘા” વગેરે શબ્દોના અર્થને જાણે, એ રીતે જે અર્થજ્ઞાન થાય છે તે વ્યવહારથી અર્થગ્રહ થયો કહેવાય છે. દરેકને પોતાની માતૃભાષાના શબ્દનું અર્થ જ્ઞાન મોટે ભાગે વ્યવહારથી થાય છે. ૬. વાયશેષ–વાક્યશેષ-એટલે અવશિષ્ટ વચન-બાકી રહેલ–આગળ આવતું વાક્ય. તેથી પણ યથાર્થ અર્થ સમજાય છે. અર્થનિર્ણય કરવાનો આ પ્રકાર વિશેષ કરીને આગમ, વેદ વગેરેના વાક્યમાં ઉપયેગી થાય છે. જેમકે વેદમાં એક એવું વાક્ય આવે છે કે ચામયશ્ચર્મત ( ચરુ યવમય થાય છે). આ વાક્યમાં થઇ શબ્દનો અર્થ શું કરો તેમાં મતભેદ છે. કેટલાક ચવ ને અર્થ જવ કરે છે ને કેટલાક કાંગ કરે છે. જ્યાં સુધી એક અર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી કાર્યમાં સંદેહ રહ્યા કરે. એક બીજાને વિરોધ ઊભે રહે. એટલે અહિં સત્ય અને નિર્ણય કરવા માટે વાક્યશેષને ઉપયોગ થાય છે. એટલે કે આ વાક્ય પછી આગળ એવું એક पाय मा छ , यत्रान्या औषधयो म्लायन्तेऽथैते मोदमाना વોત્તરના ( જ્યારે બીજી વનસ્પતિઓ કરમાઈ જાય છે ત્યારે પણ g? એટલે જ વિકસિત જેવા જ ઊભા રહે છે.) મૃતિમાં પણ એ પ્રમાણે વાક્યશેષ છે કે – वसन्ते सर्वशस्यानां, जायते पत्रशातनम् । मोदमानाश्व तिष्ठन्ति, यवा कणिशशालिनः ॥ વસન્ત ઋતુમાં સર્વ વનસ્પતિઓના પાંદડા ખરી જાય છે અને મંજરીથી શેભતા જ વિકસિત રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy