________________
નયવાદ:
: ૨૧૯: પ્રશ્ન–આ નય સ્પષ્ટ સમજાય તેવું કોઈ વ્યવહારુ ઉદાહરણ આપો.
ઉત્તર—જે કે મનુષ્યને ભૂતકાળને અને ભવિષ્યકાળને વિચાર કર્યા સિવાય ચાલતું નથી તે પણ કેટલીક વખત ચાલુ પરિસ્થિતિને જ જુએ છે.
गते शोको न कर्तव्यो, भविष्यं नैव चिन्तयेत् ॥ वर्तमानेन योगेन, वर्तन्ते हि विचक्षणाः ।। (ભૂતકાળમાં ગયેલાને શોક ન કર. ભવિષ્યની ચિન્તા કરવી નહિ. વિચક્ષણ પુરુષે તે વર્તમાન કાળમાં વર્તતા ગથી જ પ્રવર્તે છે.)
એ નીતિકથિત વચન પ્રમાણે સુજ્ઞ જનેને ભૂત ને ભાવના સુખ-દુઃખના હર્ષશેક વર્તમાનમાં હોતા નથી, પરંતુ તેઓ તે ચાલુ કાળને જ અનુસરે છે. ભૂતકાળમાં રાજા હેય ને વર્તમાનમાં ભિખારી હોય, વર્તમાનને ભિખારી ભવિષ્યમાં ભૂપતિ થવાને હેય, તેથી તે રંક ચાલુ કાળમાં રાજાના સુખને અનુભવતે નથી.
એ જ પ્રમાણે પૂર્વ કાળમાં આત્મજ્ઞાનમાં તલ્લીન થયેલ આત્મા ચાલુ કાળમાં બાહ્ય વિષયોમાં આસક્ત હોય અને ચાલુ વિષયાસક્ત આત્મા ભવિષ્યમાં ધર્મધ્યાનમાં લીન આત્માની મસ્તી માણતે મહાગી બનવાનો હોય પરંતુ તેથી તે આત્મા વર્તમાનમાં આત્મજ્ઞાનની લીનતાના અનુપમ સુખના આસ્વાદને અનુભવી શકતા નથી. સાકર તે ખાય ત્યારે જ મીઠી લાગે છે. એ રીતે જુસૂત્ર નય પણ ભૂત અને ભવિષ્યના પર્યાનો ત્યાગ કરીને વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે.
આ જુસૂત્ર નયના બે પ્રકારો છે. એક સ્થલ જુસૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org