SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ : : ૨૧૩ : જાણવાને માર્ગ એક નથી પણ અનેક છે તે નૈગમ નય. આ નય વસ્તુના બેધમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બન્ને ધર્મને પ્રધાન માને છે. પ્રશ્ન–આ સ્વરૂપ સ્પષ્ટ સમજાય માટે કોઈ ઉદાહરણથી સમજાવે. ઉત્તર-આ નયને માટે ભાષ્યમાં ત્રણ ઉદાહરણ બતાવ્યા છે. એક નિલયનું, બીજું પ્રસ્થાનું ને ત્રીજું ગામનું, તે આ પ્રમાણે— ઉદાહરણું પહેલું : ઘરનું— કેઈને પૂછવામાં આવે કે તમે ક્યાં રહો છે ? તે તે કહે કે લોકમાં. લેકમાં ક્યાં? તો કહે મધ્ય લકમાં. મધ્ય લેકમાં ક્યાં ? તે કહે કે જમ્બુદ્વીપમાં જ, એમ ને એમ ભરતક્ષેત્રમાં, મધ્યખંડમાં, હિન્દુસ્તાનમાં, ગૂજરાતમાં, સુરતમાં, ગોપીપુરામાં, પૌષધશાલામાં, ને છેવટે મારે આત્મા છે તેટલા પ્રદેશમાં. આ સર્વ પ્રકારઉત્તરો નૈગમ નયને આશ્રયીને છે. તે યથાર્થ છે. તેમાં પૂર્વ–પૂર્વ વાક્યો ઉત્તર–ઉત્તર વાની અપેક્ષાએ સામાન્ય ધર્મને આશ્રય કરે છે. ઉદાહરણ બીજુ : પ્રસ્થકનું – કોઈ સુથાર જંગલમાં જતે હોય, ને માર્ગમાં તેને કોઈ પૂછે કે શું લેવા જાવ છો ? ત્યારે તે કહે કે પ્રસ્થક લેવા જઉં ૧. રવિત્તિ જો જો ઘા તૈયામઃ તૈકામને બદલે નામ એ પ્રમાણે સમાસમાં જે જ ને લોપ થયેલ છે તે વ્યાકરણના પૃષોદરાદિ ગણને આધારે છે. ૨. પ્રસ્થક-એટલે લાકડાનું ધાન્ય માપવાનું માપવિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy