________________
શિવભૂ તિઃ
: ૨૦૩ : આચાર્ય મહારાજશ્રીએ જ્યારે જાણ્યું કે રથવીરપુરના રાજાએ શિવભૂતિને એક બહુમૂલ્ય રત્નકંબલ વહેરાવી છે, ને શિવભૂતિએ તેનો પિતાને પૂછયા સિવાય સ્વીકાર કર્યો છે ત્યારે તેઓશ્રીના હદયમાં શિવભૂતિના અધઃપતનની એક આશંકા જમીને શમી ગઈ.
શિવભૂતિ જ્યારે વન્દન કરવા માટે આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને કહ્યું
શિવભૂતિ ! આપણે નિગ્રંથ મુનિઓ કહેવાઈએ. આપણને આવી રત્નકમ્બલ જેવી મહામૂલી વસ્તુ ગ્રહણ કરવી કપે નહિં. તે વસ્તુઓ મમત્વોત્પાદક છે. તેથી મૂચ્છ જન્મ છે. મૂરછથી પંચમ મહાવ્રતની વિરાધના થાય છે. તેવી ચીજોની સાચવણી માટે કાળજી રાખવી પડે છે. ઘડી પણ રેઢી મૂકીને જતા જીવ ચાલતો નથી. જ્ઞાનધ્યાનમાં તેથી વિક્ષેપ પહોંચે છે. માટે તેને તું શીધ્ર ત્યજી દે.”
“ગુરુમહારાજ ! આપનું કહેવું યથાર્થ છે પણ મહારાજાએ પ્રસન્ન થઈ પ્રેમપૂર્વક ભક્તિ દર્શાવીને આ કમ્બલ વહેરાવી છે. તેવા મહાન રાજાઓ મુનિઓ ઉપર આવે અનુરાગ ધરાવે છે તે પ્રસિદ્ધિથી જનતા આહંત ધર્મમાં વિશેષે જોડાય એ ઉદેશથી મેં તે સ્વીકારી છે ને હું તેને સાચવું છું; કારણ કે તેવા પ્રતીકો લામ્બા કાળ સુધી રહે તો વધારે સારું.” શિવભૂતિએ સમાધાન કર્યું.
તને મોહ કે મમત્વ નથી એ કહેવા માત્રથી કેમ મનાય? એ વસ્તુઓ જ મમત્વજનક છે. આજ નહિં તે કાલ તેમાં મૂરછી જમે. આપણને એ શેભે જ નહિં; માટે તારે તે છડી દેવી જોઈએ.” ગુરુમહારાજશ્રીએ ફરી કહ્યું.
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org