________________
: ૨૦૨ :
નિવવાદ : રીતે સમજાવી શકવાની તેમણે તાકાત કેળવી હતી. વ્યાખ્યાન આપી લેકેનું આકર્ષણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું. માણસો પર તેમને પ્રભાવ પડતું. તેમની શક્તિની ખ્યાતિ ચોમેર પ્રસાર પામી હતી.
રથવીરપુરના રાજા ને પ્રજા અને તેમની નામનાથી ગૌરવ અનુભવતા હતા, અને ચિરસમય થયો એટલે શિવભૂતિને રથવીરપુરમાં લાવવા માટે ભાવના સેવતા હતા.
રાજા અને પ્રજાની ભાવભરી વિજ્ઞપ્તિથી પૂજ્યાચાર્ય મહારાજશ્રી સાથે શિવભૂતિ મુનિ રથવીરપુર પધાર્યા. જનતાએ સારો સત્કાર કર્યો. તેમની દેશનાથી સર્વે રંજિત થયા. દિનાનુદિન ત્યાં ધર્મભાવના-ભક્તિ ને પુણ્ય કાર્યો વધતે ઉત્સાહ થવા લાગ્યા. એકદા રાજાએ શિવભૂતિ મુનિને-કર્મચૂર જેવા જ ધર્મશર નીકળેલ છે વગેરે વચને પૂર્વક પ્રશંસા કરી પ્રેમપૂર્વક એક મહામૂલી રત્નકંબલ વહેરાવીને પિતાની ભક્તિ વ્યક્ત કરી.
શિવભૂતિએ ભાવપૂર્વક તે કમ્બલને સ્વીકાર કર્યો. કમ્બલની પ્રાપ્તિ પછી શિવભૂતિના અહંન્દુ અને મમત્વ વધ્યા. છૂપાઈને રહેલી એ જેડલીએ તેમના હૃદય ઉપર કબજો મેળવ્યું.
પિતાના ઉપર એક સમ્રાટને કેટલે નેહભાવ છે તેના પ્રતીક તરીકે બહુમૂલ્ય તે કમ્બલને ક્ષણ પણ તેઓ વેગળી મૂકતા નહિં. રાત્રિએ વીંટીયામાં વીંટાળી મસ્તક નીચે જ રાખતા. રત્નકમ્બલે તેમના જીવનધ્યેયમાં-સંયમમાર્ગમાં પરિવર્તનના બી વાવ્યા; ખરેખર માયાની માયા અકળ છે.
મમતવ ત્યાગ માટે આચાર્ય મહારાજશ્રીનું સમજાવવું ને શિવભૂતિનું વિમાર્ગગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org