________________
શિવભૂતિ :
: ૨૦૧ : શિવભૂતિ ત્યાં પહોંચે. ઉપાશ્રયની મધ્યમાં જ વિરાજેલા આચાર્ય મહારાજશ્રીના દર્શન કર્યા. તેઓ પૂજ્યશ્રીના ચરણમાં નમન કરી મસ્તક ઝુકાવી તે ત્યાં બેઠે.
આચાર્ય મહારાજે તેને ધર્મોપદેશ આપે. શિવભૂતિએ તેઓ પૂજ્યશ્રીના મધુર વચને હૃદયમાં ઉતાર્યા. અન્ત:કરણમાં અજવાળું થતું હોય તેમ તેણે અનુભવ્યું. તેને શક્તિને સાચો રાહ સાધુધર્મમાં જ સમજાયે. સંયમ સ્વીકારવાની તેને વૃત્તિ થઈ. પિતાના જીવનને ટૂંકમાં જણાવી તેણે પૂજ્ય મહારાજશ્રીને કહ્યું-વિનતિ કરી:
ભગવન્! મને સંયમ આપી આપની છાયામાં રાખેમારે ઉદ્ધાર કરો.”
ભદ્ર! આમ આવેશમાં દીક્ષા લેવા કરતાં તું સમર્થ છે એટલે તારા સ્વજનેને સમજાવીને આવ, તારા સ્વજનેની સહમતિથી સંયમ લઈશ તો સર્વની શોભામાં અભિવૃદ્ધિ થશે.”
આચાર્ય મહારાજશ્રીએ સમજુતિથી કાર્ય કરવા કહ્યું. મનસ્વી શિવભૂતિ ફરી ઘરે જાય ને સ્વજનોને સમજાવે એ શક્ય ન હતું. તેણે ત્યાં ને ત્યાં સ્વયં લેચ કરી વેષ ધારણ કર્યો. આચાર્ય મહારાજે વિચાયું: હવે શું ? આ કૃત્યની જવાબદારી આપણું ઉપર જ આવશેમાટે હવે તેનું પાલન કરવું જ ઉચિત છે. વિધિવિધાન કરાવી રાજ્યમાન્ય છે એટલે કદાચ ઉપદ્રવ થાય એમ વિચારી શીવ્ર ત્યાંથી વિહાર કરી ગયા.
ઉપરના પ્રસંગને વર્ષો વીતી ગયાં. શિવભૂતિ મુનિ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી વિદ્વાન્ બન્યા હતા. જનતાને સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org