________________
શિવભૂતિ :
: ૧૯૭ :
રાજી થાત; પણ તે પણ નથી. પૂર્ણિમાના ચન્દ્રની પ્રતીક્ષા કરતી કુમુદિનીની માફક હું રાત્રિએ તેમની રાહ જોઇને રહું છું ત્યારે અધારીયાના અન્તિમ દિવસેાના ખંડિત ચન્દ્ર જેવા તેમનુ પાછલી રાતે આગમન થાય છે ને અસ્ત થતાં વાર લાગતી નથી. કોઇ કોઇ વખત તે સૂર્ય સમા પ્રચંડ-તીક્ષ્ણ કિરણ ફેંકી અને કરમાવે છે. ભૂખ તરસ સહન કરતી તપસ્વિની સમી હું તેઓશના પૂર્ણ ચન્દ્ર બની મારા પર સુધા વરસાવે એટલું જ ઈચ્છું છું. દિનરાત એ જ ચિન્તવું છુ. અમૈંને પ્રસન્ન કરવા કોઇ પણ જાતની ભૂલ કરતી નથી. સેવામાં ખડે પગે રહું છું. મારી અન્દરની આ વેદનાએ મને શોષી છે. મારી ક્ષીણતાનું કારણ એ એક જ છે. ’
પુત્રવધુ પાસેથી પાતાના પુત્રની આવી વિષમ પરિસ્થિતિ જાણી શિવભૂતિ ઉપર તેની માતાને અત્યન્ત રાષ ઉપજ્યું. તેણે પોતાની વહુને આશ્વાસન આપ્યું ને કહ્યું—
· પુત્રી ! તું ચિન્તા ન કર. આજે રાત્રે હું તેને ઠેકાણે લાવી દઈશ. આજે તારે જાગવાની જરૂર નથી, હું જાગીશ. બારણા હું ઊઘાડીશ. તું નીરાંતે સૂઇ જ, મને ખબર નહિ કે વાત આટલી હદ સુધી પહોંચી છે. ઠીક હવે તેની વાત !”
*
હૈ ઔર એક દાવ ખેલીયેજી, કયા ડેર હાતી હૈ ? અબી ના બાર ફી બા હું. નસા ઉતર ગયા હૈ તા લીજીએ લહેજત જરા શરાબથી જનાબ ! '
,,
અને કડી એક ખેલાડીએ શિવભૂતિને જૂગારના રંગમાં લીધા. મદિરાની મસ્તીમાં ચડાવ્યા. ઘરનું ભાન ભૂલાવ્યું. રાતને દિવસ સમજાÄા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org