________________
: ૧૯૪:
નિતંવવાદ : - “ જા તું જે લઈ આવેલ છે તે તને બક્ષીસ કરવામાં આવે છે. ને તને યથેચ્છ વિહરવાની છૂટ આપવામાં આવે છે.” રાજાએ તેની બન્ને માંગણી સ્વીકારી.
મથુરાની આવકને ભેગવતા શિવભૂતિ સ્વસ્થપણે વિહરે છે ને દિવસે પસાર કરે છે.
( ૩ ) માતાની ટકોર ને માનહાનિ
સ્વછન્દ એ ભૂરી ચીજ છે. સ્વરછન્દથી ઇદ્રના ઉન્માદ, બેકાબૂ બને છે. સ્વચ્છન્દીને કાર્યકાર્યને વિવેક રહેતો નથી. તે પિતાની જવાબદારીનું ભાન ગુમાવી બેસે છે. તેને એક એવું મિથ્યા ગુમાન હોય છે કે મને કોઈ રોકનાર નથી. હું ગમે તેમ કરી શકું છું.
શિવભૂતિને મળેલ સ્વચ્છદતા તેવા જ પ્રકારની હતી. મનફાવતું વર્તન કરવાની છૂટ મેળવ્યા પછી તેનું જીવન અતિશય અનિયમિત બન્યું હતું. ન તો તેના ખાવા-પીવાના ડેકાણાં હતા કે ન હતા બેસવા સૂવાના કેકાણ. સમય એ સમયે તે ઘેર આવતો ને ડાઘણું ઉત્પાત મચાવી ચાલ્યા જતા.
તેના ઘરમાં તેઓ ત્રણ જણા મુખ્યત્વે હતાં. એક તે પાત. બીજી તેની માતા ને ત્રીજી તેની કુળવતી ખાનદાન પત્ની.
પિતાના ગમે તેવા સ્વામીને તે સતી સ્ત્રી દેવ માની આરાધતી. રાત્રિએ તે ગમે ત્યારે કોઈ વખત બાર વાગે તે કોઈ વખત બે વાગે આવે ત્યાં સુધી તે તેની પ્રતીક્ષા કરતી– રાહ જોતી બેસી રહેતી. તેનું ધ્યાન ધરતી. જિન પણ કરતી નહિં. સ્વામીને જમાડીને જમતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org