________________
શિવભૂતિ :
: ૧૯૩ : પિતાના બળ ઉપર મુસ્તાક થયેલી મથુરા પ્રમાદમાં પડી હતી. અનેક શત્રુઓને પાછા પાડ્યા બદલ મથુરાના સૈનિકે મદમસ્ત બન્યા હતા. વિજયના ઘેનમાં ડોલતી મથુરા નિશ્ચિતપણ એશઆરામમાં મશગૂલ હતી.
શિવભૂતિએ આ સર્વ જાણી લીધું. એકદા અવસર જોઈને તે છે ડા સિંન્ય સાથે મથુરા ઉપર ત્રાટક્યો.
અચાનક હલાથી મથુરાના કુશલ લડવૈયાઓ પણ ગભરાઈ ગયા. સેન્યામાં નાસભાગ થવા લાગી.
મરણીયા બનેલા શિવભૂતિએ સહેલાઈથી મથુરાને કબજો મેળ. વિજય વરી, સત્તા સ્થાપી, ત રથવીરપુર તરફ પાછો વળે.
રથવીરપુરના રાજાએ શિવભૂતિના આ પરાક્રમની વાત સાંભળી ત્યારે તે ખૂબ ખુશ થયો. મેટી મથુરા-પાંડુ મથુરા પોતાના કબજામાં આવશે તે તો તેણે સ્વમામાં ય નહોતું ધાર્યું. તે કય સહેલાઈથી પતાવીને આવેલ શિવભૂતિને રાજાએ આ બરપૂર્વક પુરપ્રવેશ કરાવ્યું, ખૂબ સન્માનથી નવા. મોટો ઇલકાબ અ ને કહ્યું : * “શિવભૂતિ ! તારી આ બહાદુરી ને કાર્ય કુશલતાથી હું તારા ઉપર પ્રસન્ન થયે છું. તું જે જોઈએ તે માંગી લે, તારે જે ઈછા હોય તે આપવા હું ખુશ છું.”
“ મહારાજ ! આપની કૃપાદૃષ્ટિ એ મારે મન સર્વસ્વ છે. બાકી મારા આ વિજયની પ્રાપ્તિ મને મળે ને હું સ્વસ્થપણે–સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરી શકું. મારી પ્રવૃત્તિમાં મને કોઈ રોકટેક ન કરે એટલું આપ કરો, એ જ મારી ઈચ્છા છે. આ શિવભૂતિએ પિતાની ઈચ્છા જણાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org