________________
શિવભૂતિ :
: ૧૮૯: આકારવાળા તે ટેળામાં એક યુવતી છાતી ફૂટતી હતી ને બેફાટ રૂદન કરતી હતી. તેનું માથું ખુલ્યું હતું, તેના લાંબા લાંબા વાળ ઠેઠ પાની સુધી પહોંચ્યા હતા. તેના શરીર પર બારીક વસ્ત્ર હતા. રોઈ રોઈને તેની આંખે સૂઝી ગઈ હતી. કેઈ બચા-કઈ બચાવો એમ તે બૂમ પાડતી હતી.
પ્રથમ તે આ કુંડાળામાં બેઠેલા માણસે તે ટોળાને આ સ્ત્રીને છોડી દેવા કહ્યું ને તેને રાજી કરવા માટે માંસ મદિરા આપવા માટે સૂચવ્યું.
ટોળું પણ આનંદમાં આવી ગયું. તાળી પાડવા લાગ્યું. તેણે માંસ મદિરા આપ્યા. ટેળાએ તે લઈ લીધા પણ સ્ત્રીને છોડી નહિ.
કુંડાળામાં રહેલે માણસ ક્રોધે ભરાયે. તેણે ત્રાડ પાડી એક બરછીને ઘા તે ટેળા તરફ કર્યો. જેના હાથમાં સ્ત્રી હતી તેના તરફ તે બરછી આવી. તે ખસી ગયે છતાં તેના હાથે જરી ઈજા થઈ ને હાથમાંથી સ્ત્રી છૂટી ગઈ. સ્ત્રી ધબ દઈને નીચે પડી ને પડતાંની સાથે ભડકો થઈ ગઈ. ટેલું વિખરાઈ ગયું.
ઘણે સમય ગયો છતાં તે ચારે તરફ ચકોર નજર ફેરવતો ટટ્ટાર બેઠે હતો. ફરી એ કાળા આકાર ન આવે તે માટે કુંડાળાની ફરતું કાંઈક છાંટી, કાંઈક જાપ ગણ તે સ્વસ્થ થયે.
એમ કરતા મધ્ય રાત્રિ વીતી ગઈ. આકાશમાં અશ્વિની નક્ષત્ર પણ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યું. “ પાછલી રાતે પિશાચનું બળ ઘટી જાય છે ” એ કથનના સંસ્કારે તેણે શાન્તિ અનુભવી. તેને લાગ્યું હવે કોઈ આ તરફ ફરકશે નહિં. અત્યાર સુધીના શ્રમથી તે પણ ભૂખ્યો થયા હતા. બળિ દેતાં વયું હતું તે તેણે આરગ્યું ને સ્વસ્થ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org