________________
: ૧૯૦ :
નિહ્ન વિવાદ :
પ્રભાત થયું. કપડા ખંખેરીને તે ઊડ્યો. વિજેતાની ઢબે ચાલતો ગામમાં આવ્યો. ન્હાઈ ધોઈ તૈયાર થઈને તે રાજસભામાં ગયે.
દીવાળીનો દિવસ હતો રાજસભા ચિક્કાર ભરાયેલ હતી. ઉચિત આસને બધા બેઠા હતા. રાજા અનેક ભેટ આપતો ને સ્વીકારતો હતો.
પ્રસંગ આવ્યો એટલે શિવભૂતિને રાજાએ ખૂબ સત્કાર્યો, સન્માન્યા ને સાબાશી આપી કહ્યું.
શિવભૂતિ ! તું ખરેખર સહરામલ્લ છે. મારા કળાકુશળ માણસ પણ તારી આગળ હારી ગયા. તારી બહાદૂરી પાસે ડરાવવા માટે કરેલા તેમના સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. કાળી ચૌદશની ગમગીન રાત્રિ તે એકલા સ્મશાનમાં પસાર કરી. તારા રેમમાં પણ ભયને સંચાર ન થયે એ સામાન્ય વાત નથી. તું અહિં રહે. મારા રાજ્યની સેવા કર ને જીવનને સુખી બનાવ. તારા જેવાની રાજ્યને જરૂર છે.”
“મહારાજ ! આપ જેવા પ્રતાપી પુરુષો જ્યાં રાજ્ય કરતા હોય ત્યાં પ્રજાને ભય કેમ હોય? ન જ હોય. આપની કૃપા છે તો હું પણ નેકીથી રાજ્યની સેવા કરવા તૈયાર છું. મારા યોગ્ય જે કોઈ કાર્યની આ૫ આજ્ઞા ફરમાવશે તે આ સેવક પ્રાણની પણ પરવા કર્યા વગર પાર પાડશે. ”
એ પ્રમાણે પ્રત્યુત્તર વાળી, નમન કરી, શિવભૂતિ પિતાને સ્થાને બેઠે. વળતી પ્રભાતથી તેણે રાજ્યમાં સારા અધિકારકાળી નોકરી સ્વીકારી લીધી.
(૨) મથુરાને વિજય ને સ્વછન્દતા
રથવીરપુરને રાજા બહુ બલવાળો ન હતો પણ તેની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org