________________
: ૧૮૮:
નિહ્નવવાદ : સમય વધતે ગમે તેમ ત્યાં વિવિધ ઉપદ્રની શરુઆત થવા લાગી. શિયાળવાં રોવા લાગ્યાં. તેનાં ચિત્કારો સંભળાવા લાગ્યા. જંગલી પશુ-પક્ષીઓની ચીચીયારી ને કીકીયારી થવા લાગી. કુંડાળાની ચારે તરફ નાના મોટા ભડકા થવા લાગ્યા.
થોડો વખત ગયે એટલામાં તે કુંડાળાથી થોડે દૂર એક શ્યામ આકૃતિ આવી અને તેણે અવાજ કર્યો એટલે ચારે તરફથી નાના મોટા અનેક આકારો ત્યાં એકઠા થઈ ગયા. તેઓ ભેગા મળી રાસ રમવા લાગ્યા. ખી-ખી કરી હસવા લાગ્યા. નાચી કૂદીને અટ્ટહાસ કરતા ધીરે ધીરે કુંડાળા તરફ ધસવા લાગ્યા. નજીકમાં આવી કોઈ તાડ જેવા લાંબા લાંબા થવા લાગ્યા, તો કઈ પિતાનું શરીર પાછળ પિતાના મૂળ સ્થાન સુધી વધારવા લાગ્યા. તેમાંના કોઈ કોઈ તો ભડકો થઈ કયાંય અલોપ થઈ જતા.
આ સર્વ છતાં કુંડાળામાં બેઠેલે માનવી જરી પણ ગભરાયા વગર બધાને જોઈ રહ્યો છે. પોતાની તરફ આવતા જોઈને તેણે ખોંખારો ખાધો, તૈયાર થયે ને તે સર્વ ઉપર એક વેધક દષ્ટ ફેંકી. તેના અવાજથી અને દૃષ્ટિથી બધા તરત જ ચાલ્યા ગયા. દૂર જઈ મેટા મેટા ભડકા ને અવાજો કરવા લાગ્યા.
ઘડી બે ઘડી થઈ નહિ ત્યાં તે તે ટેળું પાછું ત્યાં આવી પહોંચ્યું. આ વખતે તો તેમનું સ્વરૂપ ઘણું જ ભયંકર-બિહામાયું હતું. કોઈને માથે મોટા શિંગડા હતા. કોઈની દા બહાર લાંબી લાંબી નીકળી હતી. કોઈની આંખોની કીકીઓ ઘડીમાં ઊંધી તે ઘડીમાં ચત્તી થતી હતી ને તેમાંથી વિચિત્ર પ્રકાશ ફેલાતો હતો. કોઈના કપાળમાંથી લાલ લાલ ને લીલો લીલો પ્રકાશ નીકળતો હતો, કેઇના પગ ઊંધા હતા. કોઈના આંગળા ને નખ ખૂબ વધેલા હતા. એમ અનેક પ્રકારના વિચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org