________________
સતમ નિદ્ભવ ગષ્ટ માહિલ :
: ૧૮૧ : કહું છું કે તમે ભૂલે છે, ને તમે કહો છો કે હું ભૂલું છું. એથી કાંઈ નિકાલ આવી શકે નહિ.
પૂ. પુષ્યમિત્ર-જે એમ જ હોય, તમને મારા કથન ઉપર પ્રતીતિ ન હોય, મને પટ્ટ પર સ્થાપન કરવાથી તમને મારા પ્રત્યે અસૂયા હોય તે આપણે અન્ય ગરછના સ્થવિરબહુશ્રુત મુનિઓને આ વિચારણા જણાવીએ. તેઓ કહે તે પ્રમાણભૂત માની એકમત થઈએ.
( ૯ ). પૂજ્ય આર્ય પુષ્યમિત્રસૂરિજીએ અને ગેછા માહિલે અન્ય ગછના શ્રુતસ્થવિર મુનિઓને પોતાની વિચારણા સમજાવી. તેઓએ આચાર્યશ્રી પુષ્યમિત્રસૂરિજી મહારાજ કહે છે તે જ સત્ય ને તથ્ય છે એમ કહ્યું એટલે ગષ્ટ માહિલ આવેશમાં આવી તે વૃદ્ધ મુનિઓ સામે જેમ તેમ બોલવા લાગ્યા. સ્થવિરો માટે ફાવે તેમ બોલવા લાગ્યા. ‘તમે પક્ષપાતી છે. તમે અન્ય ગચ્છના છે. તમે સમજો શું ?” વગેરે કહી સમજણમાં આવવાને બદલે ઊલટા વિશેષ આગ્રહમાં ખેંચાવા લાગ્યા. - પૂજ્ય પુષ્યમિત્રસૂરિજી મહારાજને અને સર્વ સ્થવિર મુનિઓને લાગ્યું કે ગોષ્ઠા મહિલા કોઈપણ ઉપાયે સમજી શકે તેમ નથી, એટલે તેઓએ શ્રી શમણુસંઘ એકઠે કર્યો. સવ સંઘે એકત્ર મળી વિચાર્યું કે ગેછા માહિલનું કથન સર્વથા અસત્ય છે, છતાં એમ ને એમ તેને કાંઈ પણ કરવામાં આવશે તે તે આપણને જૂઠા કહીને વગોવશે, ને વાચાળ હોવાને કારણે પિતાના મતને સવિશેષ પ્રચાર કરશે માટે આ વિષયમાં જનતાને ખાત્રી થાય ને તે તરફ વિશેષ દેરવાઈ ન જાય તે માટે શ્રી સીમંધરસ્વામીને પુછાવીએ કે કણ સત્ય છે ? એમ વિચાર કરી શ્રી સંઘે કાર્યોત્સર્ગ (ધ્યાનવિશેષ ) કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org