________________
: ૧૭૮:
નિહ્નવવાદ : શુદ્ધ સુવર્ણ પૃથક કરી શકાય છે. તેમાં નથી સુવર્ણને મૃત્તિકા જેવું માનવું પડતું કે નથી મૃત્તિકાને સુવર્ણ સમાન માનવી પડતી. આત્મા સાથે એકમેક બનીને રહેલા કર્મોને પણ પ્રયાગથી તપશ્ચર્યા–શુકલધ્યાન વગેરેથી જુદા પાડીને નિર્જરી શકાય છે, વિશુદ્ધ આત્માને મુક્ત બનાવી શકાય છે, માટે દુરાગ્રહથી સ્વકલ્પિત માન્યતાને વળગી રહેવા કરતાં શાસ્ત્રીય માન્યતાને સ્વીકારવામાં જ કલ્યાણ છે.
આત્મા અને કર્મને સમ્બન્ધ કેવો હોવો જોઈએ તે તમને શાસ્ત્રીય રીતે સમજાવ્યું. હવે પ્રત્યાખ્યાનના વિષયમાં પણ તમે જે કહે છે તે અયુક્ત છે. પરિમાણ વગરનું પ્રત્યાખ્યાન કરવામાં ઘણા દોષે આવે છે.
અનન્ત કાળ છે. તેમાં જીવ ક્યારે કેવી સ્થિતિમાં મુકાશે તે છદ્મસ્થ આત્મા જાણતા નથી. પ્રત્યાખ્યાન લીધા પછી તેને પૂર્ણ પણે અવશ્ય પાળવું જોઈએ. પ્રત્યાખ્યાનની મર્યાદા ન બાંધી હોય તે તે પૂર્ણ પણે પાળી શકાય જ નહિં. પાપપ્રવૃત્તિને ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કરીને જ્યારે આત્મા દેવલોક વગેરેમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં તેનું સર્વથા સંયમ સચવાશે? શું તે ત્યાંના ભોગે ભોગવવામાં આસક્ત નહિં થાય ? કાળની મર્યાદા જ નથી, તો તે દેવકાદિની સ્થિતિને સમય શું તેમાં નથી આવતો? રેવા વિરજાસત્તા” એ વચનથી દેવે વિષયાસક્ત હોય છે એ નિર્વિવાદ છે. દેવાયુષ્યને કાળ પણ નિર્મર્યાદિત પ્રત્યાખ્યાનમાં આવી જાય છે. એટલે એ પ્રત્યાખ્યાન કરનાર આત્મા દેવલોકાદિમાં તેને અવશ્ય ભંગ કરે છે. પ્રત્યાખ્યાનને ભંગ એ ભયંકર આત્મવંચના છે. આથી ૧. અપરિમાણ પ્રત્યાખ્યાન કોઈ પણ રીતે પૂર્ણ પણે પાળી શકાય નહિં, ને ૨ મરણ બાદ દેવકાદિમાં એ પ્રત્યાખ્યાનનો અવશ્ય ભંગ થાય-એ બે દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org