________________
સામ નિદ્ભવ ગોઝા માહિલ :
: ૧૭૭ : (૫) એકનું કર્મ બીજાને પણ સુખ દુઃખ આપવા સમર્થ થશે.
એક આત્મા જ્યાં છે ત્યાં બીજા અનેક આત્માઓ અવગાહીને રહ્યા છે. એક આત્માના કર્મો જે પ્રમાણે તેને વીંટીને રહ્યા છે તે જ પ્રમાણે ત્યાં રહેલા અન્ય આત્માને પણ વીંટીને રહ્યા છે. એટલે જે પ્રમાણે તે કર્મો જેના છે તેને સુખ દુઃખ આપે છે તે પ્રમાણે ત્યાં સમ અવગાહનાએ અવગાહીને રહેલા અન્ય આત્માને પણ સુખ દુઃખ આપશે. કંચુકની જેમ વીંટળાઈને રહેવાપણું બન્ને માટે સમાન છે. તે જ પ્રમાણે અન્ય આત્માના કર્મનું તે આત્મા માટે પણ સમજવું. - લેહ ને અગિનની જેમ કે ક્ષીર-નીરવત્ આત્માને કર્મને સમ્બન્ધ માનવામાં આ કોઈ દૂષણે લાગતાં નથી. તે સમ્બધમાં તો તદ્રુપતારૂપ વિશેષતા છે. તે વિશેષતા જેના જે કમે હોય તેની સાથે જ થાય. સિદ્ધિસ્થાનમાં રહેલા કર્મો સિદ્ધ છે સાથે તેવા વિશેષ સમ્બન્ધ નથી જોડાયાં. તેમજ એક સ્થળે સમાન અવગાહનાએ અવગાહીને આતમાઓનાં કર્મો તેની તેની સાથે જ તદ્વપ બનેલ છે એટલે અન્યને સુખ દુઃખ આપતા નથી, માટે આત્મ-કર્મને સમ્બધ ક્ષીર-નીર કે લેહાગ્નિ જેવું જ છે.
ગે. મા.—જે ક્ષીર-નર જેમ આત્મ-કર્મને એકરૂપ માનીએ તો આત્મા સાથે એકમેક થયેલ કર્મ આત્મા જેમ નિત્ય છે તેમ નિત્ય થશે-કદી નાશ જ નહિ પામે. કાં તે તેના નાશને માટે આત્માનો નાશ માનવો પડશે, અને જે એમ નહિં માને તે કોઈ પણ આત્માની મુક્તિ જ નહિં થાય માટે સર્પ–કંચુક જે સમ્બન્ધ માનવ ઠીક છે.
૫. મિ. સૂ–તમારું આ કથન આપાતરમણીય છે. સુવર્ણ ને માટી એક હોય છતાં પ્રગથી માટી જુદી કાઢીને
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org