________________
: ૧૭૬ :
નિહ્નવવાદ : તે કંઈ પણ વેદન-સંવેદન ન કરાવી શકે. ને અગ્નિની ઉષ્ણતા ધીરે ધીરે સર્વત્ર પ્રસરે છે માટે બધું ઉષ્ણ થાય છે. જે એમ ન હોય તે અગ્નિ ઉપર પદાર્થ મૂકતાની સાથે જ તે ઉષ્ણુ થઈ જ જોઈએ; પણ એમ બનતું નથી. એટલે આત્માના સર્વપ્રદેશમાં વેદન કરવા માટે જે ત્યાં સુધી કર્મને માનશે તો તમારું દષ્ટાન્ત તેને અનુરૂપ થઈ શકશે નહિ. (૩) પરભવ જતાં સર્વ આત્માઓને મુક્ત માનવા પડશે.
જે આત્માના પ્રદેશ પ્રદેશે કર્મ માનવામાં ન આવે તે જેમ કંચુક છોડી સર્ષ ચાલ્યો જાય છે તેમ કર્મનું ળિયું મૂકી આત્મા પરભવ જશે. ને તે પ્રમાણે સર્વ આત્માઓને પરભવ જતાં કર્મ કંચુકથી મુક્ત માનશે તે સર્વને મુક્ત જ માનવા પડશે. કદાચ તમે કહેશે કે પરભવમાં આત્મા કમકંચુક સાથે લઈ જાય છે, તો તે તમારું કથન યુકિતસંગત થશે નહિ; કારણ કે પરભવ જ આમા પોતાની સાથે જે પુગલે તપ નથી થયાં તેને અહિં જ મૂકી જાય છે. જે પ્રમાણે ઔદારિક-વૈકિય વગેરે શરીરો. તમારી માન્યતામાં કર્મનું તતૂપ થવાપણું આવતું જ નથી ને તપતા માને તો ક્ષીર-નીરસાગ જ સ્વીકારવું પડે. (૪) સિદ્ધોને પણ કર્મજન્ય વેદનાને પ્રસંગ આવશે.
ચોદે રાજકમાં સર્વત્ર કર્મવર્ગણાના પુદ્ગલે વ્યાપ્ત છે. સિદ્ધના છે જે સ્થળે રહેલા છે તે સ્થળ પણ કર્મવર્ગણાથી વ્યાપ્ત છે. આતમ-કર્મને સર્પકંચુકવત્ સામાન્ય સંયોગ તે ત્યાં પણ છે, પણ વિશિષ્ટ સંયોગ નથી. તમારી માન્યતા પ્રમાણેના સંગમાં સિદ્ધ જીને પણ કર્મજન્ય વેદના માનવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org