________________
: ૧૭૪ :
નિહ્નવવાદ : તમારી નરી ભૂલ છે. સમજવાની તમારે આવશ્યકતા છે. તમારે તમારી ભૂલ સુધારવી જોઈએ.
પૂ. પુષ્યમિત્રસૂરિ–આ વિચારણાઓ તમારા કે મારા ઘરની નથી. વીતરાગ પરમાત્માએ દર્શાવેલી છે. દોષ રહિત વિચારણું સર્વને આદરણીય હોય છે. તમે વીતરાગ વચનથી વિપરીત વિચારણુમાં બદ્ધાગ્રહ થયા છે, તેમાં અનેક દેશે આવે છે. દૂષિત માન્યતા કેવી રીતે માન્ય થાય છે? જુઓ આત્મા ને કર્મનો સમ્બન્ધ સર્પ ને કંચુક જે માનીએ તે નીચે પ્રમાણે દોષ આવે છે.
(૧) વિભિન્ન-આકાશપ્રદેશે આત્માને કર્મની સ્થિતિ માનવી પડશે.
આત્મા જે આકાશપ્રદેશને અવગાહીને રહે છે, તે જ આકાશપ્રદેશને અવગાહીને તેના કર્મ પણ રહે છે. આઠ પ્રદેશને છેડી-આત્માના પ્રદેશ પ્રદેશે કર્મ એકમેક થઈને રહેલ છે. સર્પ–કંચુકમાં એ પ્રમાણે નથી હોતું, તેમાં તે સર્પ જે આકાશપ્રદેશમાં રહેલ છે તેથી ભિન્ન-જુદા પ્રદેશે કંચુકે રેકેલા છે. કંચુક તે સર્પના ઉપરના ભાગમાં છે, પણ અન્ડરના ભાગમાં નથી. સર્પ સાથે કંચુક એક-મેક થઈને નથી રહેતું; ઉપર ચોંટીને રહે છે માટે તે માની શકાય નહિં.
ગે. મા–દષ્ટાન્ત એકદેશી હોય છે. સર્પ ને કંચુકને જેમ સંગ-સમ્બન્ધ છે તેમ આત્મ-કર્મને પણ સંગસમ્બન્ધ છે. આત્મ-કર્મ એકરૂપ જણાય છે પણ વાસ્તવિક જુદા છે તેમ સર્પ-કંચુક પણ જુદા છતાં તદ્રુપ જણાય છે. સર્વ દેશે તે તમારું ક્ષીર-નીરનું દૃષ્ટાન્ત પણ ઘટતું નથી, માટે તમે તમારા કલિપત દૂષણો આપે છે ને તેમ તમને સત્તા મદ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org