________________
: ૧૬૮:
નિવવાદ: મારા પ્રત્યે જે વિનય દાખવતા તે જ, તેથી પણ અધિક વિનય તેમના પ્રત્યે દાખવજે.” શ્રી દુર્બલિકા પુષ્યમિત્રને પણ ગચ્છ અને સંઘ સાચવવાની ને તેમને પ્રેમ સમ્પાદન કરવાની સૂચનાઓ આપી તેઓ સ્વર્ગે સંચર્યા. દુર્બલિકા પુષ્યમિત્રે પણ પાટે આવ્યા પછી સમુદાયને અને સંઘને વશ કરી લીધો, અને તેમનું સ્થાન ખૂબ દીપાવ્યું. ગણે પણ ખૂબ વિનય કર્યો ને શાસન વ્યવસ્થિત ચાલ્યું.
(૫). ગોષ્ઠા માહિલના મનમાં તીવ્ર આકાંક્ષા હતી કે આચાર્ય મહારાજની પાટે તો હું જ આવીશ. મહારાજને હું નિકટને સમ્બન્ધી છું. હમણું હમણું વાદીની જીત કરી મેં મારી કીતિ ચારે તરફ ફેલાવી છે. વિદ્વત્તામાં કઈપણ જાતની મારામાં ઊણપ નથી. શા માટે મને પટ્ટને અધિકાર ન મળે ? પણ તેમની તે અભિલાષા અપૂર્ણ જ રહી. મનની મનમાં જ રહી. તેથી તે આકાંક્ષાનું સ્થાન ઈષ્યએ અને વિષે લીધું. ચોમાસું પૂર્ણ થયે તેઓ શ્રી દુર્બલિકા પુષ્યમિત્ર પાસે આવ્યા. વ્યવસ્થાને છિન્નભિન્ન કરવાની ઈચ્છાએ, ને દુર્બલિકા પુષ્યમિત્રમાં યેગ્યતા નથી એવું જણાવવાને જ્યારે તેઓ ત્યાં આવ્યા ત્યારે શ્રી દુર્બલિકા પુષ્યમિત્રે તેમની ઉચિતતા ખૂબ સાચવી, સારી રીતે આદર-સન્માન આપ્યા; પણ એ તો અતડા જ રહ્યા ને સામુદાયિક છિદ્ર જેવા લાગ્યા. - જ્યારે ગેછા માહિલ દશપુરમાં આવ્યા ત્યારે ત્યાં અભ્યાસી મુનિઓને પૂર્વનું અધ્યયન સતત ચાલતું હતું. વાચન આપવાને ને ગચ્છ સાચવવાને સર્વ ભાર પૂજ્ય દુર્બલિકા પુષ્યમિત્રે ઉપાડી લીધો હતો. અધ્યયન કરનારાઓમાં પૂ. વિજયમુનિ અભ્યાસી તીવ્ર સ્મરણશક્તિવાળા અને ખંતિલા હતા. ચૌદ પૂર્વમાંથી છેલ્લા પાંચ પૂર્વે તે લુપ્તપ્રાયઃ હતા. બાકી રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org