________________
: ૧૬૬ :
નિહ્નવવાદ : તે ગરછમાં દુર્બલિકા પુષ્યમિત્ર, વિધ્યમુનિ, ફલ્યુરક્ષિત અને ગોઝા માહિલ એમ ચાર સાધુઓ વિદ્વાન અને પ્રધાન હતા. એકદા વિનય મુનિએ આચાર્ય મહારાજને વિનતિ કરી કે સાધુઓ માટે સ્વરે સ્વાધ્યાય કરે છે તેથી મારે પાઠ હું તૈયાર કરી શકતો નથી, ને કેટલુંક વિસ્મરણ થઈ જાય છે. મહાન બુદ્ધિમાન છતાં તેની અર્થવિસ્મૃતિ જોઈ આચાર્ય મહારાજે તેમના અને ભાવિ મુનિઓના ઉપકાર માટે અનુગની વ્યવસ્થા કરી.
અત્યારસુધી પ્રત્યેક સૂત્રમાંથી ચરણકરણનુગ, ધર્મકથાનુગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયેગ, એમ ચાર ચાર અર્થ સમજાવવામાં આવતા, પણ આચાર્ય મહારાજે અંગઉપાંગ-મૂલ અને છેદ સૂત્રમાં ચરણકરણનુગ પ્રધાનપણે રાખે. શ્રી ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં ધર્મકથાનુગની મુખ્યતા, સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં ગણિતાનુગની વિશેષતા, અને દષ્ટિવાદ નામના બારમા અંગમાં દ્રવ્યાનુગ મુખ્યતાએ રાખે. જે માટે કહેવાય છે કે
विन्ध्यार्थमिति सूत्रस्य, व्यवस्था सूरिभिः कृता ।। gવા ચૈત્ર સુમૂત્રનુયોજવતુષ્ટયમ્ | ? !!
એકદા શ્રી સીમન્વરસ્વામીજી પાસે ઇન્દ્ર નિગોદનું સ્વરૂપ સાંભળ્યું ને પછી પૂછયું કે “ભગવદ્ ! નિગોદનુ યથાર્થ સ્વરૂપ સમજાવી શકે એવું કેઈ હાલ ભરતક્ષેત્રમાં છે?” ભગવાન સીમધરસ્વામીજીએ શ્રી આર્યરક્ષિતજીને બતાવ્યા. ઈદ્રમહારાજા તેઓની પાસે આવ્યા અને નિગોદનું યથાવસ્થિત સ્વરૂપ સાંભળી ખુશી થયા. તેઓ વૃદ્ધ બ્રાહ્મણના વેશે આવ્યા હતા. પછીથી તેમણે પિતાનું આયુષ્ય પૂછ્યું. શ્રુતજ્ઞાનના બળે સાગરેપમનું આયુષ્ય છે એમ આચાર્ય મહારાજે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org