________________
સતમ નિવ ગોષ્ઠા મહિલ:
: ૧૬૫ : આગળના દરવાજેથી ન જતાં પાછળના દ્વાર-બારણેથી અન્દર ગયા. ધર્મલાભ દીધો, શ્રાવકે પૂછયું, “મહારાજ ! પાછલે બારણે કેમ પધાર્યા ? તેમણે ઉત્તર આપ્યું “લક્ષ્મી કોઇ પણ દ્વારેથી પ્રવેશ કરે છે, તે કંઈ આગળ પાછળનો વિચાર કરતી નથી.” આવા હાજરજવાબથી શ્રાવકને આનંદ થયે. ગોચરીમાં બત્રીશ મેદકનો લાભ મળે. આચાર્ય મહારાજે પ્રથમ ગોચરીના શુકનથી બત્રીશ શિષ્યના લાભનું ફળ પ્રકાર્યું. એ પ્રમાણે મુનિધર્મના સર્વ આચારવિચારથી પરિચિત કરાવી પિતાને આત્મકલ્યાણ કરાવ્યું.
(૪) શ્રી આર્ય રક્ષિતજી મહારાજના ગચ્છમાં ત્રણ પુષ્યમિત્ર મુનિ હતા. ૧ ધૃતપુષ્યમિત્ર, ૨ વસ્ત્રપુષ્યમિત્ર અને ૩ દુર્બલિકાપુષ્યમિત્ર. ત્રણેમાં જુદી જુદી લધિઓ હતી. દુર્બલિકા પુષ્યમિત્રના કુટુંમ્બિઓ બૌદ્ધધમાં હતાં. તેઓ પૌષ્ટિક આહાર વાપરવા છતાં અધ્યયનમાં અપૂર્વ મહેનત કરતા, તેથી શરીર પુષ્ટ ન થતું ને અત્યન્ત દુર્બલ રહેતા. એકદા તેમના સમ્બબ્ધીઓએ આવી આચાર્ય મહારાજને જણાવ્યું કે અમારા પુત્રને તમે પૂરું ખાવા પણ નથી દેતા, તેઓ આટલા દુર્બલ કેમ રહે છે?” આચાર્ય મહારાજે કહ્યું “ઈછા પ્રમાણે વાપરે છે, છતાં જ્ઞાન ધ્યાનમાં લીન રહેવાને કારણે શરીર દુર્બલ જણાય છે. જે તમને પ્રતીતિ ન આવતી હોય તે તમે વહોરાવે ને એ તે વાપરે. પછી જે.” અમુક કાળ સુધી એ પ્રમાણે થયું. દુર્બલિકા પુષ્યમિત્રના શરીરમાં કંઈ પણ ફેર ન પડ્યો. પછી આચાર્ય મહારાજે થોડા દિવસ ભણવાની મહેનત ઓછી કરવા કહી. આ બિલ ( લૂખો આહાર) કરવા જણાવ્યું. ઘેડા જ દિવસમાં શરીરમાં સ્થલતા આવી. સમ્બધીઓ સંતોષ પામ્યા, જૈનધર્મમાં અભિરુચિવાળા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org