SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૪ : નિજ્ઞવવાદ : રસ્તામાં તેને મૂકી દેવાય નહીં, માર્ગમાં મૂકવાથી મહાપાપ લાગે, ઇત્યાદિ કહ્યું. તેમના અસરકારક વક્તવ્યથી વૃદ્ધ મુનિ આ મૃતકને લઇ જવા તૈયાર થયા. લઇને ચાલ્યા. ભરબજારમાં આવ્યા ત્યારે બાળકાએ આવી કાછડી કાઢી નાખી અને ચેાળપટ્ટો પહેરાવી ૧કન્દોરે બાંધી દીધા. વૃદ્ધ મુનિએ એ સર્વ સહુન કર્યું, ને ચલિત થયા વગર, સુનિના મૃતકને નગર બહાર લઈ જઈ પરગ્યું. ઉપાશ્રયે આવ્યા ત્યારે શ્રી આ રક્ષિતજી મહારાજે ખૂબ આશ્વાસન આપ્યું ને કહ્યું કે-‘ લ્યે. આ માટું વસ્ત્ર, ચાળપટ્ટો કાઢી નાખેા. ' વૃદ્ધ મુનિએ કહ્યું ‘થવાનું હતું તે થઈ ગયુ. ભરબજારમાં હુ નગ્ન થયા. હવે શું? હવે તે જે છે એ જ ઠીક છે. ' ત્યારથી ત પણ સવ સાધુઓની માફક વેષ ધારણ કરવા લાગ્યા, છતાં તેમને ભિક્ષા માંગવામાં શરમ લાગતી હતી. પિતા મુનિધર્મના એ આચરણથી પણુ વચિત રહેતે શ્રી આર્ય રક્ષિતજી મહારાજને ઠીક લાગતુ નહાતુ, " e. માટે એક વખત તેમણે મુનિઓને શિખડાવ્યું કે-‘તમારે વૃદ્ધ મુનિને આહાર માટે મંડલીમાં ન મેલાવવા’ ઇચ્છા વગર કચવાતે મને મુનિએ તે સ્વીકાર્યું ને શ્રી આય રક્ષિતજી મહારાજ ત્યાંથી વિહાર કરી ગયા. વૃદ્ધ મુનિને બે દિવસના ઉપવાસ થયા. એ દિવસે શ્રી આરક્ષિતજી મહારાજ પાછા પધાર્યા. વૃદ્ધ મુનિએ ફરિયાદ કરી. મહારાજે મુનિઓને ખૂબ ઠપકા આપ્યા. મુનિએએ કહ્યુ, ‘ આપશ્રીના ગયા પછી અમને બિલકુલ ગમતુ નહેાતું, અમારું મન અસ્વસ્થ હતુ. તેથી અમે ભૂલી ગયા. અમારે આ અપરાધ ક્ષમા કર.' આચાર્ય મહારાજે વૃદ્ધ મુનિને કહ્યું કે-‘ એવી પરાધીન વૃત્તિથી સર્યું, લાવા હું ગેાચરી લાવી આપું.' એમ કહી ઝાળી-પાત્રા તૈયાર કર્યાં. સહૈસા વૃદ્ધ મુનિ એલી ઉઠ્યા, · આપ રહેવા દ્યો, હું લઈ આવુ', ' આચાય મહારાજે તેમને જવા દીધા. ગૃહસ્થને ત્યાં ગયા. શરમથી . 6 . ', ૧. સાધુઓમાં ત્યારથી ક દેશ બાંધવાની પ્રવૃત્તિ થઇ, એવી પરપરા છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy