________________
: ૧૬૨ :
નિવવાદ : બ્રાતૃસ્નેહ અને પ્રેરણાની અસરથી આદ્ર થયેલ ફશુરક્ષિતજી ત્યાં રહી ગયા. લાલા લીધા વગર ચિરકાળ સાધુ સાથે રહેવું ઉચિત ન જણાયાથી ભાવપૂર્વક શ્રી ફશુરક્ષિતજીએ દીક્ષા લીધી ને વારંવાર દશપુર જવા ભાઈને વિનવવા લાગ્યા.
એકદા શ્રી આર્યરક્ષિતજીએ પૂજ્ય શ્રી સ્વામીજીને પૂછયું: “ભગવાન ! મારે હવે કેટલું અધ્યયન અવશિષ્ટબાકી છે?”
તેઓશ્રીએ કહ્યું: “વત્સ! બિન્દુ જેટલું થયું છે અને સાગર જેટલું અવશિષ્ટ છે.” પુન: શ્રી આર્ચરક્ષિતજી વેગપૂર્વક થયાનથી ભણવા લાગ્યા, પણ મન તે લઘુ બધુની વારંવારની વિનવવીથી દશપુર જવા ઉત્સુક થયું હતું. એટલે ફરી એક સમય તેઓએ પૂછયું: “ભગવન્! હવે કેટલું બાકી છે?” - શ્રી વાસ્વામીજી મહારાજે વિચાર્યું કે બાકી શ્રત મારામાં જ રહી જવાનું છે, તેથી આથી વિશેષ આર્ય રક્ષિત હવે ગ્રહણ કરી શકે તેમ નથી. એટલે તેઓશ્રીએ તેમને દશપુર જવા રજા આપી.
શ્રી આચાર્યરક્ષિતજી પિતાના બધું વગેરે કેટલાએક મુનિઓ સાથે પાટલિપુરમાં શ્રી સલિપુત્ર આચાર્ય મહારાજ પાસે પધાર્યા. આચાર્ય મહારાજને તેમના શ્રતજ્ઞાનથી આનન્દ થયો. પિતાના પટ્ટ પર શ્રી આર્યરક્ષિતજીને સ્થાપન કરી તેઓશ્રી સ્વર્ગે પધાર્યા. પછી શ્રી આર્યરક્ષિતજી મહારાજ આદિ વિહાર કરી દશપુર ગયા, તેઓશ્રીના આગમનના સમાચાર, શ્રી કૃષ્ણરક્ષિતજીએ માતાપિતાને જણાવ્યા. સર્વ સમ્બનપીએ વન્દન કરવા માટે આવ્યા અને આનન્દ્રિત થયાં. તેઓશ્રીના પિતાએ મહથી સાંસારિક વાતો કરીને વિવાહ માટે આગ્રહ કર્યો. તેમને સમજાવતા એ આર્ય રક્ષિતજી મહારાજે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org