________________
સપ્તમ નિહવ ગોઝા માહિલ
: ૧૫૭ : શકશે? શું તમારી જાણ બહાર છે કે અધ્યયન તે ગુર્વાવાસમાં વસીને કરવું જોઈએ.”
પૂજ્ય, આચાર્ય મહારાજ શ્રીભદ્રગુપ્તસૂરિજી મહારાજની આજ્ઞાથી મારે જુદા આવાસમાં વાસ કરે પડયો છે.”
યુક્ત છે. પૂજ્ય સ્થવિર ભગવંત કદી મિથ્યા ન કહે. તમે યથાર્થ કર્યું છે.”
(૨) બધે! આપશ્રીને અધ્યયન કરતાં વર્ષો વીત્યાં. આપના આગમનની પ્રતીક્ષા કરતાં માતાપિતા, ભાઈભગિની આદિ બધુવર્ગ વિહળ. અને દુઃખી થઈ રહ્યો છે. જો કે આપે નેહને ત્યાગ કરેલ છે ને સાક્ષાત્ વજ તુલ્ય શ્રી વાસ્વામીજી મહારાજ પાસે રહીને વૈરાગ્ય-વાથી પ્રેમ-પર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા છે, તે પણ કલ્યાણના કારણભૂત કારુણ્ય તો આપનામાં છે જ. શેકસાગરમાં ડૂબતા સનેહીવર્ગને ઉદ્ધાર કરવા આપને ઉચિત છે, માટે આપ દશપુર પધારી સર્વને દર્શનને લાભ આપ.” એક દિવસ આર્યફશુમિત્રે આવી શ્રી આર્યરક્ષિતજીને સાગ્રહ અરજ કરી.
શ્રી આર્ય રક્ષિતજી અને આર્ય ફલ્યુમિત્ર બને સહોદર ભાઈ થાય. દશપુર નગરમાં સમદેવ નામના ચુસ્ત બ્રાહ્મણને ત્યાં રુદ્રમા નામે જૈન ધર્મમાં અભિરુચિવાળી બ્રાહ્મણીથી તેમનો જન્મ થયે હતો. ઉપવીત થયા બાદ તુરત આર્થરક્ષિતજીએ પિતા પાસેથી તેમને સર્વ જ્ઞાન-ખજાને સ્વલ્પ સમયમાં મેળવી લીધો, ને વિશેષ અદયયન માટે પાટલીપુત્ર નગરમાં ગયા. ત્યાં છએ અંગસહિત ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર એમ ચોદે વિદ્યાઓ કડકડાટ કંઠસ્થ કરી દશપુર પાછા આવ્યા. રાજાએ લઘુવયસ્ક ચતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org