________________
: ૧૫૬ :
નિવવાદ: જે એક વખત પણ વજ સાથે આહાર પાણી વાપરે છે કે શયન કરે છે તે જે સોપકમી આયુષ્યવાળો હોય તો તે પણ વજની સાથે જ અનશન કરી શરીરને ત્યાગ કરશે.”
“જી, આપના કહેવા પ્રમાણે કરીશ” એમ કહી સારી રીતે નિમણુ કરાવી મુનિ આગળ વધ્યા અને પુરી નામની નગરીમાં વાસ્વામીજી મહારાજ વિરાજતા હતા ત્યાં આવી નગરી બહાર રાત્રિ વિતાવી પ્રાતઃ સમયે શ્રીવાસ્વામીજી પાસે પધાર્યા.
રાત્રિએ શ્રી વાસ્વામીજી મહારાજને એક સ્વપ્ન આવ્યું હતું કે કઈ અતિથિએ આવીને તેમની પાસેથી ક્ષીરપૂણું પાત્ર પીધું. ઘણું પીધું, સ્વ૯૫ માત્ર પાત્રમાં રહી ગયું. સ્વપ્નફલ સંભળાવતા શ્રીવાસ્વામીજી મહારાજે પોતાની સાથેના મુનિએને જણાવ્યું કે “કઈ અતિથિ આજે અહિં આવશે અને મારી પાસે પૂર્વશ્રતનો અભ્યાસ કરી જ્ઞાનને માટે ભાગ ગણશે. પૂર્વશ્રતને અવશેષ માત્ર મારી પાસે રહી જશે.”
મુનિ દ્વાદશાવર્ત વન્દન કરી શ્રીવાસ્વામીજી મહારાજ પાસે બેઠા. શ્રીવાસ્વામીજી મહારાજે પૂછ્યું: “ ક્યાંથી આવે છે?”
મુનિએ કહ્યું: “પૂજ્ય તસલિપુત્ર આચાર્ય મહારાજ પાસેથી.” “તમારું નામ મુનિ આર્ય રક્ષિત છે?”
છ” વન્દનપૂર્વક મુનિએ કહ્યું.
સારું થયું, તમે અહિં આવ્યા છે. તમે કયે સ્થળે ઉતર્યા છો?” “જી, અમે બહાર વસતિમાં આવાસ કરેલ છે.” મહાનુભાવ! બહાર વાસ કરીને અધ્યયન કેમ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org