________________
પષ્ટ નિદ્ભવ શ્રી રાહુગુણ :
: ૧૪૯ :
ના, ના, મહારાજશ્રીની પ્રકૃતિ એટલી ગંભીર છે કે આવી સ્થિતિમાં માત્ર પ્રયોગ કરે જ નહિ. એઓશ્રીએ તે સર્વને પસંદ પડે તે ઉપાય બતાવ્યું.”
તે ઉપાય ?”
તમારા ખ્યાલમાં હશે કે કેટલેક સ્થળે “કુત્રિકાપણ' નામે આપણ-દુકાન હોય છે, ને ત્યાં આપણે જે કઈ વસ્તુ માંગીએ તે મળી શકે છે.”
હા. કેટલેક સ્થળે એવી દુકાને છે, એ જાણવામાં છે.”
પછી, આચાર્ય મહારાજશ્રી, રાજાસાહેબ, શ્રીરાહગુપ્ત મુનિજી, મનિત્રવર, નગરશેઠ, તથા બીજા આગેવાને વગેરે સર્વે કુત્રિકા પણે ગયા. ત્યાં જઈને “ જીવ” ની માંગણી કરી, પણ દેવે “જીવ આપે નહિં. દેવને સ્પષ્ટ સમજ પડે એટલે ફરીથી કહ્યું કે “ જીવ આપો” ત્યારે તેણે મેના, પિપટ, સારસ, હંસ, કોયલ, કબૂતર વગેરે આપ્યાં. “અજીવ આપે ” કહ્યું એટલે પત્થર-માટી-કાષ્ઠ આદિ આપ્યાં. પછી “જીવ આપ ” એમ કહ્યું ત્યારે તે તેણે અજીવમાં જે આપ્યું હતું તે જ આવું; કારણ કે જીવની સાથે પડેલા “ને શબ્દને અર્થ સર્વથા અભાવ એ થાય છે. દેશ અર્થને આશ્રયીને જીવનો અર્થ જીવને દેશ-ખંડ કરે તે તેની લેવડ–દેવડ થઈ શકે નહિં. જીવના સમ્બન્ધમાં “ને ”ને દેશ અર્થ સમજવા પૂરતો જ છે. એટલે અજીવથી અતિરિક્ત નેજીવ મળે નહિં. ફરીથી “નો અજવ” ની માંગણી કરી ત્યારે ત્યાં પણ સર્વ નિષેધ અર્થ કાયમ રાખી મેના, પોપટ વગેરે જીવ આપ્યાં. એથી એમ સિદ્ધ થયું કે વિશ્વમાં “નજીવ” નામે કોઈ પણ જીવ અજીવથી જુદી વસ્તુ નથી.”
પછી શું થયું ? બધા પાછા આવ્યાં ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org