________________
ષષ્ઠ નિદ્ભવ શ્રી રેણુગુપ્ત:
* ૧૪૭ : છે. ભૃગુકચ્છ (ભરુચ), ઉજયિની વગેરે નગરમાં એવી આપણે હાલ પણ છે. આપણે અહિ નજીકમાં એવી જે આપણું હોય ત્યાં જઈએ. ‘નજીવ”ની માંગણી કરીએ. જે વેપારીની તે આ પણ હોય છે, તે વેપારી દેવની આરાધના કરી પોતાની આપણુ તેથી અધિર્ષિત કરે છે. દુનિયાના કેઈપણ વિભાગમાં રહેલી વસ્તુ ઉચિત મૂલ્ય આપી ત્યાં માંગવામાં આવે તે તે વેપારી દેવ પાસે તે વસ્તુ મંગાવીને આપે છે ને મૂલ્ય ગ્રહણ કરે છે. જે જગતમાં કઈપણ સ્થળે “ જીવ” નામની વસ્તુ હશે તો ઉચિત મૂલ્ય લઈ આપણને તે વેપારી દેવ પાસે તે વસ્તુ મંગાવી આપશે; અને નહિ હોય તે નહીં આપે.”
મહારાજશ્રી ! આપનું કથન યથાર્થ છે. શ્રી હનુમમુનિ ! આ કુત્રિકાપણમાં સર્વ વસ્તુને વિક્રય થાય છે, ને આપણે ત્યાં જઈ “નજીવ”ની માંગણી કરીએ એ વાત આપને પણ સમ્મત છે ને ?”
હા, “કુત્રિકાપણુ” શબ્દનો અર્થ જ એવો થાય છે કેસ્વર્ગ, મૃત્યુ ને પાતાલ એ ત્રણે લોકમાં જે વસ્તુ થાય-હોય તેને વિજય કરનારી. આપણા શાસ્ત્રોમાં સ્થળે સ્થળે તેનું વર્ણન આવે છે. મેટા મેટા મહીપતિઓ, શ્રીમન્ત વગેરે ચારિત્ર ગ્રહણ કરતી વખતે ત્યાં જઈ સવાલક્ષ સોનૈયા દઈ રજોહરણ (ઓ) આદિ ઉપકરણે ખરીદે છે. આપણે ત્યાં જઈ
જીવ”ની માંગણી કરીએ, જેથી આ તકરારને તુરત નિકાલ આવી જાય. મને પણ એ અભિમત છે.”
* વ્યન્તર દેવ જ વિશિષ્ટ વિશિષ્ટ સ્થળે આવી દુકાનો ખોલે છે, ને પોતે જ માંગેલી વસ્તુને વિક્રય કરી ઉચિત મૂલ્ય ગ્રહણ કરે છે. તેમાં કોઈ માનવ વેપારી હતા નથી, એવું પણ કેટલાએકનું કથન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org