SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૬ : નિવવાદ : વિચાર કરતાં-વાદ ચલાવતાં આપણું વચે છ માસ વીત્યા, તે પણ તમારાથી “નજીવ’ સિદ્ધ થયેલ નથી. તેમાં અનેક યુક્તિ-પ્રયુક્તિઓથી સમજાવ્યા છતાં તમે “નો જીવ’ એ જુદી રાશિ નથી એવું સમજી શક્યા નથી. રાજાસાહેબે અને પ્રજાએ પોતાના કાર્યો મુલતવી રાખી આજ સુધી આ ચર્ચા શ્રવણ કરી, પણ જે આ પ્રમાણે આપણે શાસ્ત્રાર્થ ચાલુ રહે તે તેનો વર્ષો વીતે પણ પાર ન આવે, ને રાજ્ય-પ્રજામાં નીરસતા વ્યાપે; માટે “નો જીવ છે કે નહી તેને નિકાલ લાવવા માટે એક સરસ ને સહેલો ઉપાય છે, તે જે તમને કબૂલ હોય છે તે તાત્કાલિક નિર્ણય થઈ જાય." “ આપશ્રી એ ઉપાય ફરમાવે, ઉપાય ઉચિત અને યથાર્થ હશે તો મને માનવામાં કંઈપણ વિરોધ નથી.” રાજન ! આ શાસ્ત્રાર્થનો નિકાલ લાવવા માટે એક ઉપાય છે કે જેમાં આપને પણ થોડી જહેમત ઉઠાવવાની છે. તે જે આપ માન્ય કરતા હો તો ઉપાય જણાવું.” “ આપ બન્નેને જે તે ઉપાય અનુકૂલ અને સ્વીકૃત હોય તો થોડી વધારે જહેમત લેવામાં મને કંઈ અડચણ નથી. આપ ઉપાય ફરમાવે.” “ આપે સાંભળ્યું હશે કે જગતમાં જે કોઈ વસ્તુ વિદ્યમાન છે તે દરેક વસ્તુ આ ભૂલેકમાં મળી શકે છે. જે આપણ(દુકાન)માં તે વેચાય છે તેને કુત્રિકા પણ કહેવામાં આવે * “ કૃત્રિકાપણ ને કુત્રિજા પણ કેટલાએક કહે છે. તેનો અર્થ એ થાય છે કે ત્રિજ ” એટલ ધાતુથી, જીવથી અને મૂલથી એમ ત્રણથી જે બને તે અર્થાત વિશ્વમાં વસ્તુ માત્ર આ ત્રથી બનેલી છે. એ વિજ વસ્તુઓનું “કુ' એટલે પરમા-ભૂલેકમ વિતરણ કરે તે ‘કુત્રિજાપ' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy