SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પઠ નિદ્વવ શ્રી રાહગુપ્ત: : ૧૪૫ : વિદ્વાને આપણા રાજ્યમાં છે એ ગૌરવ લેવા જેવું છે, છતાં એ ગોરવથી રાજ્યની કે પ્રજાની કંઈ પણ હાનિ તો ન જ થવી જોઈએ.” ભગવન્! આપ ઘણા દિવસોથી આ ગંભીર વિષયમાં જે શાસ્ત્રાર્થ ચલાવે છે, તેનું કંઈ ફળ કે કંઈ નિર્ણય તાત્કાલિક આવે તેમ જણાય છે કે નહિ ?” રાજાએ આચાર્યમહારાજશ્રીને પૂછ્યું. “ રાજન ! આ રોહિગુપ્ત જિનેશ્વરકથિત સિદ્ધાતની વિરુદ્ધ પ્રરૂપણ કરે છે. એ વિદ્વાન્ છે. સમજે તે સારું, એમ સમજી અમે તેને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એ સમજે તેમ જણાતું નથી. આટલા શાસ્ત્રાર્થથી એટલું તે જરૂર છે કે હવે તે વિશેષ અનર્થ કરી શકશે નહિં.” આચાર્ય મહારાજશ્રીએ જણાવ્યું તો આ૫ તાત્કાલિક કંઈ આ પ્રસંગને પાર આવે એવું કરો તો સારું. મારે હવે પ્રજાના કેટલાએક નિવેદનો સાંભળવા રોકાવું પડશે. આપને શાસ્ત્રાર્થ ચિરસમય ચાલે તેમ હોય તે આપને માટે જુદી વ્યવસ્થા કરાવું. ' નહીં નહીં, જુદી વ્યવસ્થા કરાવવાની કંઈ જરૂર નથી. આ તો તમે શ્રવણ કરતા હતા એટલે તમને કંઈ પણ અડચણ નહિં એમ જાણી આટલા દિવસ લાંબું વિવેચન ચાલ્યું. પ્રથમથી જ જો સૂચના કરી હોત તે કયારને નિવેડે આવી ગ હોત. સારું, હવે આવતી કાલે નિકાલ થઈ જશે. કાલે આ પ્રસંગ પતાવી દઈશું.” હગુસ“નોજીવ છે કે નહિં એ સમ્બન્ધમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy